જી.એસ.એફ.સી. યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેટર્સ સાથે સંવાદ સાધ્યો
(માહિતી) વડોદરા, કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ જીએસએફસી યુનિવર્સિટી ખાતે ઇનોવેશન, ઇન્ક્યુબેશન અને ટેક્નોલોજી એપ્લાઇડ રિસર્ચ (GUIITAR) કાઉન્સિલ- સેક્શન ૮ કંપનીમાં ઇન્ક્યુબેશન કરતા વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેટર્સ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓના નવીન વિચારોની પ્રશંસા કરતા કહ્યું કે, આ વિચારો રાષ્ટ્રના વિકાસમાં મદદ કરે છે અને આવી નવી તકનીકો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘આર્ત્મનિભર ભારત’ના વિઝનને પરિપૂર્ણ કરવામાં મદદ કરી શકે છે.
પ્રૂફ ઓફ કોન્સેપ્ટ સ્તર પર કુલ ૨૦ સ્ટાર્ટ-અપ્સ અને ૨૦ સ્ટુડન્ટ પ્રોજેક્ટ્સને પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. સ્ટાર્ટ-અપ્સ અને સ્ટુડન્ટ્સ ઇન્ક્યુબેટીઝ ગ્રીન એનર્જી, બાયોટેક્નોલોજી, નેનો ટેક્નોલોજી, ડ્રોન, વોટર કન્ઝર્વેશન, વેસ્ટ વોટર મેનેજમેન્ટ, ડિફેન્સ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગને આવરી લેતા પ્રોજેક્ટ્સને પ્રદર્શિત કરી રહ્યા છે.
ચર્ચાનો મુખ્ય વિષય ભારતના ઇનોવેશન માર્ગ અંગેનો હતો. અને કેવી રીતે પાથ-બ્રેકિંગ ટેક્નોલોજી આવનારા દાયકામાં ભારતના ભવિષ્યને પ્રકાશિત કરતી હશે, જેમાં નવીનતા અને સ્ટાર્ટ-અપ્સ તેની વૃદ્ધિના કેન્દ્રમાં હશે. મંત્રીશ્રીએ સ્ટાર્ટઅપ્સનું પણ અભિવાદન કર્યું અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
ટેક્નોલોજી ઝડપથી વધી રહી છે અને નવી ટેક્નોલોજી આવી રહી છે, જે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આર્ત્મનિભર ભારતના વિઝનને પૂર્ણ કરે છે. જાે ભારતનો વિકાસ કરવો હોય તો નવી ટેક્નોલોજીમાં આગળ વધવુ પડશે, તેમ જણાવી મંત્રીશ્રીએ ગુજરાત સરકારને તેમની સ્ટાર્ટઅપ પોલિસી માટે અને સ્ટાર્ટઅપને આર્થિક મદદ કરવા બદલ અભિનંદન આપ્યા હતા.
તેમણે એમ પણ જણાવ્યું કે, વાતચીત દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓના વિચારો જાેઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો છું અને તે દર્શાવે છે કે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતના વિદ્યાર્થીઓ મહાન નવીન વિચારો સાથે આવે છે અને તે તેમની સાથે સાથે દેશનો વિકાસ કરવામાં પણ મદદ કરશે, તેવું તેમણે કહ્યું હતું. કલેક્ટરશ્રી અતુલ ગોર, જી.એસ.એફ.સી. યુનિવર્સિટીના અધિકારીઓ, સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ સંવાદ સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા.