GSPC ગેસ પાઇપલાઇનને લઈને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યુ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Western-3dlogo1-1024x591.jpg)
(એજન્સી)સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના સનાવાવ ગામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન ચાલુ કર્યુ છે. ત્યારે જીએસપીસી ગેસ પાઇપલાઇનને લઈને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન ચાલુ કર્યુ છે.
ત્યારે કોડીનારના ગીર-ગઢડાના ખેડૂતોએ વિરોધ કરી ગેસ પાઇપલાઇનનું કામ અટકાવી દીધું છે.ફરી એકવાર ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને ગીર-ગઢડા તાલુકાના ખેડૂતોએ ગેસ પાઇપલાઇનને લઈને વિરોધ કર્યો છે.
કોડીનારના છારાથી જાફરાબાદના લોઠપુર સુધી પાઇનલાઇન નાંખવામાં આવી રહી છે. ત્યારે ગીરના ખેડૂતોએ ઘણાં સમયથી આ પાઇપલાઇન નાખવાનો વિરોધ કર્યો હતો. ત્યારે ફરી એકવાર ખેડૂતોએ વિરોધ કરી પાઇપલાઇનનું કામ અટકાવ્યું છે.
ખુલ્લા ખેતરમાં મંડપ નાંખી ભરઉનાળે ગીર-ગઢડાના સનવાવ ગામે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી ધરણાં કર્યા છે અને પાઇપલાઇનનું કામ અટકાવ્યું છે.