પાઠય પુસ્તક મંડળના કાગળ ખરીદીના ટેન્ડરની શરતો બદલાતા બે વર્ષમાં રૂ. ર૭પ કરોડની બચત થઈ

-સત્ર શરૂ થયા પહેલા સ્કૂલોમાં પુસ્તકો પહોંચાડવાનો દાવો
(એજન્સી)અમદાવાદ, રાજય શિક્ષણ વિભાગના પાઠયપુસ્તક મંંડળના કાગળ ખરીદીના ટેન્ડરની શરતો બદલાતા બે વર્ષમાં જ સરકારના રૂ.ર૭પ કરોડ બચ્યાં હોવાનો દાવો થઈ રહયો છે.
ગત વર્ષે મળતીયાઓને ગોઠવવા માટે ટેન્ડરની શરતોમાં ફેરફાર કરાતાં પ્રતીક્રિયા કાગળ રૂ. ૧૦૮ ના ભાવે ખરીદીનો ઓર્ડર અપાતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદ બાદ શરતોમાં ફેરફાર કરાતાં ભાવ ક્રમશઃ ઘટીને રૂ.૬૮.૮૦ અને ચાલુ વર્ષે રૂ.પ૩.પ૦ આવ્યો છે.
એટલું જ નહી. નવુ શૈક્ષણીક સત્ર શરૂ થાય એ પહેલા સ્કૂલોમાં પુસ્તકો પહોચાડવાનો પણ મંડળે દાવો કર્યો છે. રાજયની તમામ સ્કુલોમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ માટે દર વર્ષે પાઠયપુસ્તકો મંડળ દ્વારા પાઠય પુસ્તકો પુરા પાડવામાં આવે છે.
પાઠયપુસ્તકો તૈયાર કરવા માટેમંડળ દ્વારા કાગળ ખરીદી માટે દર વર્ષે ટેન્ડર જાહેર કરે છે. ગત વર્ષે મંડળ દ્વારા વર્ષ-ર૦૧૭થી ચાલી આવતી શરતોમાં ફેરફાર કરી અંદાજે ૩૦ હજાર મેટ્રીક ટન કાગળ ખરીદી માટેનું ટેન્ડર જાહેર કર્યું હતું.
આ ટેન્ડરમાં પ્રતિકિલોએ ભાવ રૂ.૧૦૮ ખુલ્યો હતો. દરમ્યાન મંડળ દ્વારા પ્રતીકિલો રૂ.૧૦૮ના ભાવે કાગળ ખરીદવા માટેનો ઓર્ડર પણ આપી દેવાયો હતો. જોકે બીજી તરફ આ ટેન્ડરને લઈ ભારે વિવાદ સર્જાયો હતો.