Western Times News

Gujarati News

તાલાલાના ત્રણ ગામના વિદ્યાર્થીઓ માટેે વેરાવળની સવારની બસ આપવા માંગણી

GSRTC st bus gujarat

પ્રતિકાત્મક

જાે સત્વરે બસ નહીં અપાય તો તા.૧પમી એ બસ રોકો આંદોલનની ચિમકી

તાલાલા, તાલાલા તાલુકાના સુરવા ગિર, માધુપુર ગીર અને ગુંદરણ ગીર ગામના ૩૦ થી ૪૦ વિદ્યાર્થીઓને તાલાલા તથા જીલ્લા મથક વેરાવળ જવાની એસ.ટી.બસની સુવિધા આપવા વારંવાર કરવામાં આવેલી માંગણીની એસ.ટી.તંત્રના મનસ્વી અધિકારીઓએ

ઉલાળીયો કરતા વિદ્યાથી ભાઈ-બહેનોમાં ભારે રોષ ફેલાયો છે. તા.૧પમી સુધીમાં વિદ્યાર્થીઓ તથા ગ્રામીણ પ્રજાને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો માધુપુર ગીર ગામે એસટી બસ રોકો આંદોલન કરવાની સામાજીક યુવા અગ્રણી જીતેન્દ્રભાઈ ચોથાણીએ ચિમકી આપી છે.

માધુપુર ગીર વિસ્તારના વિદ્યાર્થીઓ વતી એસ.ટી. તથા લાગતા વળગતા સતાવાળાને પાઠવેલ પત્રમાં જીતેન્દ્રભાઈએ જણાવ્યુ હતુ કે સુરવા, માધુપુર અને ગુંદરણ ગામના ૩૦ થી ૪૦ વિદ્યાર્થીઓ તાલાલા અભ્યાસ કરવા માટેે જાય છે. ઉના-રાજકોટ બસ સવારે ૧૦ વાગ્યેેે માધુપુર ગામે  આવે છે

તે બસમાં વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે. આ બસ લાંબા રૂટની હોવાથી ઉપરથી જ ભરેલી આવતી હોય છે. જેથી બસમાં ઉભા રહેવાની પણ જગ્યા હોતી નથી. જેથી વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી શકતા નથી.

વિદ્યાર્થીઓને સવારે ૧૧. કલાકે સ્કુલનો સમય છે. માટેે સવારે ૯.૩૦ કલાકે આકોલવાડીથી વેરાવળ જવાની બસ શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને સમયસર શાળાએ જવાની સુવિધા મળી શકે. અને આકોલવાડી વિસ્તારની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોને પણ જીલ્લા મથક વેરાવળ જવાની સુવિધા મળી શકે તેમ છે.

આ અંગે વારંવારની લેખિત તેમજ મૌખિક રજુઆતો કરી છે. પણ એસ.ટી.ના સતાવાળાઓએ સાચી રજુઆતોને કચરા ટોપલીમાં નાંખી દીધી છે. સરકાર દ્વારા અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ૧૦ રૂપિયામાં નજીવા ભાડેે એક માસ માટે મુસાફરી કરવાની પાસની વ્યવસ્થા કરવામાં આવી છે

પણ સરકારી બસની સુવિધા જ નહોવાથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં શાળાએ પહોંચવાની ફરજ પડી રહી છે.ે જે વિદ્યાર્થી ભાઈ-બહેનોને પરવડે તમ નથી. માટે વિદ્યાર્થિઓ તથા ગ્રામીણ પ્રજાને અપડાઉનમાં અનુકૂળ આવે એવી એસટી. બસ શરૂ કરવા માંગણી કરવામાં આવી છે.

જાે ૧પમી ડીસેમ્બર સુધીમાં માધુપુર વિસ્તારના ચારથી પાંચ ગામને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો તા.૧પમી એ સવારે માધુપુર ગામે એસટી. બસ રોકો સાથે ન્યાય માટેે લોકલડતના મંડાણ કરવામાં આવશે એવી ચિમકી આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.