Western Times News

Gujarati News

કંડકટરની 2320 ખાલી જગ્યા ભરવા 30 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી

એસ.ટી. અને એસ.સી.ના ઉમેદવારોને બસોમાં મફત મુસાફરીનો લાભ અપાયો-મહેસાણામાંથી ૪,૩૯૮, અમદાવાદથી ર૩,૩૭૧ અને રાજકોટ વિભાગમાંથી ૭,૪પર ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

(એજન્સી)અમદાવાદ, એસટી નિગમ દ્વારા રવીવારે કંડકટરની ભરતી માટે ઓએમઆર આધારીત લેખીત પરીક્ષા સવારે ૧૧ થી૧ર કલાક દરમયાન યોજાઈ હતી. જેમાં જીએસઆરટીસીમાં કંડકટરની કુલ ર,૩ર૦ ખાલી જગ્યા માટે રાજયના વિવિધ પરીક્ષા કેન્દ્રો પરથી ૩૦,૮૪૩ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આ અંગે એસ.ટી નિગમના અધિકારીના જણાવ્યા મુજબ રાજયના કુલ ૬૭ પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવી હતી. કંડકટરની આ ભરતી પ્રક્રિયામાં કુલ ૩પ,રર૧ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાં ત્રણ વિભાગોમાંથી લેવાયેલી પરીક્ષામાં મહેસાણામાંથી ૪,૩૯૮, અમદાવાદથી ર૩,૩૭૧ અને રાજકોટ વિભાગમાંથી ૭,૪પર ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

રવીવારની પરીક્ષામાં એસટી નિગમે એસ.ટી. અને એસ.સી. ઉ.મેદવારોએ એસટી બસોમાં રહેઠાણથી પરીક્ષા કેન્દ્ર સુધી આવવા-જવા માટે મફત મુસાફરીના લાભ આપવામાં આવ્યો હતો. બસોની સવારીમાં પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.