Western Times News

Gujarati News

ખાનગી ઓપરેટરો સામે ટકી રહેવા GSRTC નિગમની નવી ફોર્મ્યુલા

પ્રતિકાત્મક

ડીઝલ, ટાયરના ભાવમાં વધઘટ મુજબ એસટી બસ ભાડામાં ફેરફાર કરાશે

(એજન્સી)ગાંધીનીગર, ગુજરાત એસટી બસ નિગમના ભારે ખોટ કરી રહયું છે ત્યારે તેમાં ભાડા વધારા થકી આવક થતીી રહે તે માટે વાહન વ્યવહાર વિભાગે નવી ફોમ્ર્યુલા અપનાવી છે. તે મુજબ એસટી બસ ભાડાને મોઘવારી ભથ્થું ડીઝલના ભાવ ટાયર ચેસીસના ભાવમાં જેમ વધારો કે ઘટાડો થાય તે રીતે બસ ભાડામાં પણ નિશ્ચિત વધારો કે ઘટાડો કરવા મંજૂરી આપવામાં આવી છે. મહત્તમ ૧૦ ટકા સુધીની એસટી બસ ભાડામાં વધારો કરી શકાશે.

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જીએસઆરટીસી છેલ્લા કેટલાક વર્ષથી ખોટ ખાઈ રહયું છે. તે સંજાેગોમાં ખાનગી ઓપરેટરો સામે હરીફાઈમાં ટકી રહેવા સાથે જીએસટી નિગમની નિયમીત આવક થતી રહે તે માટે ડીએ સહીત એસટીના ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુના ભાવ સાથે ભાવ વધારાને સાંકળવામાં આવ્યો છે.

તે પ્રમાણે ભાડામાં વધારો અને ઘટાડો કરી શકાશ.ે તેવી સત્તા અપાઈ છે. પરંતુ તેમાં વધારો જ થતો હોવાથી એસટીને ભાડામાં સતત વધારો કરવાની છૂટ મળી જશે.

આ માટે જે ફોમ્ર્યુુલા નકકી કરાઈ છે તે પ્રમાણે જાે એસટી નિગમના કર્મચારીઓના મોઘવારી ભથ્થામાં પ.પ૩ ટકાનો વધારો થાય તો ભાડામાં છ કિલોમીટરના સ્ટેજ માટે ભાડા માટે એક પૈસાનો વધારો કરી શકાશે. એક લીટર હાઈસ્પીડ ડીઝલની કિમતમાં ર૪ પૈસાનો વધારો કે ઘટાડો થાય

તો છ કિલોમીટર સુધીના સ્ટેજમાં મુસાફરી ભાડામાં એક પૈસાનો વધારો કે ઘટાડો કરી શકાશે. ટાયરના ભાવમાં ૬૯૬ રૂપિયાનો વધારો કે ઘટાડો થાય તો છ કિલોમીટર સુધીના સ્ટેજમાં એક પૈસાનો વધારો કે ઘટાડો કરી શકાશે. જાેો એસટી દ્વારા ખરીદાતી બસના ચેસીસના ભાવમાં રર,રપ૮ રૂપિયાનો વધારો કે ઘટાડો થાય તો છ કિલોમીટર સુધીના સ્ટેજમાં એક રૂપિયાનો વધારો કે ઘટાડો થઈ શકશે.

એસટી બસના ભાડામાં વધારો કે ઘટાડો કરવા માટે આ ફોમ્ર્યુલામાં જેનો સમાવેશ કરાયો નથી તે માટે જાે કરવો હોય તો નિગમને સરકારી આગોતરી મંજુરી લેવી પડશે. સામાન્ય રીતે એસટી બસ ભાડામાં વર્ષમાં એક વખત વધારો કરી શકાશે. ચાલુ વર્ષે ભાડાની સમીક્ષા કરીને નિર્ણય લઈ શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.