એસ.ટી. ડેપોમાં મહિલા કન્ડકટર ઉપર ત્રણ વ્યક્તિઓએ અચાનક હુમલો કર્યો

AI Image
બાલાસિનોર, બાલાસીનોર ડેપોના મહિલા કન્ડકટર ઉપર ત્રણ વ્યક્તિઓએ હુમલો કર્યો હતો હીરાપુર ગામની એક મહિલા તેમજ બે વ્યક્તિઓ વિરૂદ્ધ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બાલાસિનોર એસટી ડેપોમાં ફરજ બજાવતા મહિલા કન્ડકટર છાયાબેન મહેશભાઈ વાળંદ પોલીસ ફરિયાદ મુજબ ઝાલોદ બસ સ્ટેશનમાં એક મહિલા બસમાં બેસવા જતો પ્લેટફોર્મ પર બસ આવે ત્યારે બેસવાનું કહેતો મહિલા પેસેન્જરે ઝઘડો કર્યો હતો અને તેના ઘરે ફોન કરી દીધો હતો બાદમાં એસટી બસ હીરાપુર બસ સ્ટેશન પહોંચતા મહિલા પેસેન્જર આશાબેન ઈશ્વરભાઈ રાઠોડ,
ઈશ્વરભાઈ જેઠાભાઈ રાઠોડ અને વનરાજભાઈ ઈશ્વરભાઈ રાઠોડ મહિલા કન્ડકટર સાથે ઝઘડો કર્યો હતો તેમાં મહિલા મુસાફરે મહિલા કન્ડકટરને ગાલ ઉપર ચૂટલો ભરી લીધો હતો જ્યારે અન્ય આરોપીઓએ લાફો મારી દીધા હતા. બનાવવાની મહિલા કન્ડકટરે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.