Western Times News

Gujarati News

૧૯ થી ૨૪ ઓક્ટોબર સુધી એસટી નિગમ વધારાની ૨૩૦૦ બસો દોડાવશે

પ્રતિકાત્મક

દિવાળીના તહેવારને લઈ એસટી નિગમની વિશેષ વ્યવસ્થા -તહેવારો દરમિયાન પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે

અમદાવાદ, ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે રાજ્યના મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. દિવાળીને લઈને જી્‌ વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

જે મુજબ તહેવારોની સિઝન દરમિયાન રાજ્ય માર્ગ પરિવન વિભાગ દ્વારા વધારાની બસો દોડવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે, જેથી તહેવારોમાં મુસાફરોને કોઈ પણ જાતની હાલકી ભોગવવી ન પડે.

દરેક તહેવારોમાં એસટી નિગમ દ્વારા પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોય છે. ત્યારે આગામી દિવાળીના તહેવારમાં પણ પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે એસ.ટી નિગમ દ્વારા વધારાની ૨૩૦૦ બસો દોડાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે. આ લોકો દિવાળીના વેકેશન દરમિયાન વતનમાં જતા હોય છે. દિવાળીના તહેવારને લઈને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પ્રવાસીઓનો ધસારો વધી જાય છે. ત્યારે પ્રવાસીઓને કોઈ હાલાકી ન વેઠવી પડે તે માટે એસટી નિગમ ૧૯થી ૨૪ ઓક્ટોબર દરમિયાન વધારાની ૨૩૦૦ બસો દોડાવશે.

જેમાંથી ૧૫૫૦ જેટલી વધારાની બસો સુરત ડિવિઝનમાંથી દોડાવવામાં આવશે. જ્યારે અમદાવાદ વિભાગમાંથી પણ વધારાની ૭૦૦ જેટલી બસો દોડાવવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા માટે વધારાનું સંચાલન કરવામાં આવશે તેવું એસ. ટી. નિગમના અધિકારી કે. ડી. દેસાઈએ જણાવ્યું છે.

કે.ડી દેસાઈએ જણાવ્યું કે, દિવાળીના પર્વ પર દરેક બસ સ્ટેશનો પર પ્રવાસીઓની સંખ્યા વધી જતી હોય છે એ પ્રવાસીઓને પૂરતા પ્રમાણમાં બસ મળી રહે એ માટે અમારા તમામ વિભાગીય નિયમકો, તમામ ટ્રફિક અધિકારીઓ, તમામ ડેપો મેનેજરોને હેડ ક્વાર્ટરમાં રહીને ટ્રાફિક સુપરવાઈઝરોને

બસ સ્ટેશન પર હાજર રાખીને એકસ્ટ્રા સંચાલન કરવા નિગમના ઉપાધ્યક્ષ ગાંધી સાહેબ દ્વારા આદેશો આપવામાં આવ્યા છે. માત્ર સુરત અને અમદાવાદ જ નહીં રાજ્યભરના એસટી ડેપોમાંથી વધારાની બસો દોડાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.