Western Times News

Gujarati News

બે દિવસમાં ૩૦૦થી વધુ એસટી સુરતથી સૌરાષ્ટ્ર તરફ ઉપડી: સુરત ખાલી થવા લાગ્યું

સુરત, સુરતના ડાયમંડ અને અન્ય ઉદ્યોગમાં દિવાળી વેકેશનની શરૂઆત થઈ જતાં ર૬ ઓકટોબરથી એસટી દ્વારા એકસ્ટ્રા બસની સુવિધા કરવામાં આવી છે. વરાછા રોડ ઉપર કાપોદ્રામાં દારૂકાવાળા કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી પ્રથમ બે દિવસમાં ૩૦૦થી વધુ બસ રત્નકલાકારોને લઈને માદરે વતન જઈ માટે નીકળી ગઈ છે. એસટી વિભાગને તેમાંથી અંદાજે ૪પ લાખથી વધુની આવક થઈ છે.

એસટી આપના દ્વારે અંતર્ગત માદરે વતન જઈ રહેલા કતારગામના મુસાફરોની આંબા તલાવઠી પાસે નિરૂ ફાર્મ અને દારૂકાવાળા કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી લોકો બસમાં બેસી વતન જઈ રહ્યા છે. હીરા ઉદ્યોગમાં મંદી હોવાના કારણે આ વખતે ખાનગી લકઝરીના ભાડા રત્નકલાકાર પરિવારોને પોસાઈ તેવું ન હોવાથી એસટીમાં જવા વાળાની ભીડ વધારે જોવા મળી હતી.

૪૦૦થી વધારે બસોનું બુકિંગ ઓનલાઈન થયું હતું અને બાકીના સ્થળ પર એક બસના પેસેન્જર થઈ જાય એટલે બસને ઉપાડવામાં આવે છે. ભાવનગર, સાવરકુંડલા, અમરેલી, ધારી, રાજકોટ, ગોંડલ, ગારિયાધાર સહિતના રૂટની બસોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો. આગામી બે દિવસમાં મોટાભાગના લોકો જતા રહેશે. ખાનગી બસમાં રર૦૦થી ૩૦૦ રૂપિયા ડબલ સોફાના આપવા પડતા હોય છે

તેની સામે એસટીમાં સિંગલ વ્યક્તિ માટે ૩૬૦ અથવા તેની આજુબાજુ ટિકિટ થતી હોય છે. ખાનગી બસ કરતાં એસટીમાં પ૦ ટકા ફાયદો થાય છે. સુરતથી ગુજરાત અલગ અલગ સિટી અને ગામડાઓ સુધી છેલ્લા બે દિવસથી એસટી બસ ઉપાડવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસમાં ર૪૦થી વધી બસ ઉપાડવામાં આવી હતી. આ બસ થકી ૧૩૦૦૦ જેટલા લોકો પોતાના વતન પહોંચ્યા હતા. આ મુસાફરોના કારણે સુરત એસટી વિભાગની ૪પ લાખની આવક થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.