GSTની નોટિસથી રાજ્યના ટુર-ટ્રાવેલ્સ ઓપરેટરોમાં ભય
અમદાવાદમાં ૨ હજાર અને રાજ્યમાં પાંચ હજારથી વધુ નોટિસ ઇસ્યુ કરાઈ હોવાનો વેપારીઓએ દાવો કર્યો
અમદાવાદ, એક તરફ કોરોના વાયરસના સંક્રમણના કારણે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસ ઠપ્પ થઈ ગયો છે. ઘણા વેપારીઓએ પોતાનો બિઝનેસ સંકેલી લેવાની તૈયારીઓ કરી છે. તેવામાં ય્જી્ ડિપાર્ટમેન્ટ દ્વારા બાકી નિકળતાં સર્વીસ ટેક્સની રિકવરી કાઢી છે. જે મામલે વેપારીઓને નોટિસો ઇસ્યુ થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
વેપારીઓનો દાવો છે કે, અમદાવાદમાં ૨ હજારથી વધુ અને ગુજરાતભરમાં ૫ હજારથી વધુ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
કોરોનાના કારણે દોઢ વર્ષથી ટુર ટ્રાવેલ્સના માલિકોનો ધંધો રોજગાર બંધ છે તેવામાં ય્જી્ વિભાગે વર્ષ ૨૦૧૪થી બાકી નીકળતા સર્વિસ ટેક્સ મામલે નોટિસ ફટકારી છે. અમદાવાદના ૨ હજાર અને ગુજરાતના ૫ હજારથી વધુ વેપારીઓને ૧-૨ લાખથી માંડીને ૨૫થી ૩૦ લાખની રિકવરી નોટિસ ઇસ્યુ કરવામાં આવતા ટુર ટ્રાવેલ્સ ઓપરેટર મુંઝાયા છે.
અખિલ ગુજરાત ટુરિસ્ટ વહીકલ ઓપરેશન ફેડરેશનના પૂર્વ ચેરમેન હરિભાઈ જણાવે છે કે, ટ્રાવેલ્સમાં ૧૦ લાખથી વધુ ટર્ન ઓવર થાય તો સર્વિસ ટેક્સ લાગે છે. ૧૦ લાખ સુધીના ટર્ન ઓવરમાં કોઈ સર્વિસ ટેક્સ નથી. બીજું કે ટ્રાવેલ્સ બિઝનેસ ૬૦ ટકા છૂટછાટ આપવામાં આવી છે. નોન એસી બસોમાં પણ સર્વિસ ટેક્સ હતો નહિ.
ટ્રાવેલ રિલેટેડ જે લોકો બિઝનેસ કરે છે તે લોકોને ૧૦ લાખ સુધીના ટર્ન ઓવરમાં સર્વિસ ટેક્સમાં માફી હતી. અમારા ઉધોગમાં નોન એસી બસો જે સ્ટેટ કેરેજ સર્વિસમાં ફરતી હતી તેના પર કોઈ સર્વિસ ચાર્જ ન હતો. આવામાં ય્જી્ એ ૨૦૧૪-૧૫માં ઇન્કમટેક્સ માં ૧૦ લાખથી વધુ જેનું ટર્ન ઓવર હતું તેવા તમામને નોટિસ ઇસ્યુ કરી દીધી છે તે સમયે નોટિસ ઇસ્યુ કરવામાં તેઓએ ધ્યાન આપવું જાેઈતુ હતું કે,
જે નોન એસી બસ સ્ટેટ કેરેજમાં દોડે છે તેઓને નોટિસ ન મોકલવી જાેઈએ. જેઓનું ટર્ન ઓવર કર્યું છે તેમ ૬૦ ટકા જે છૂટછાટ આપવામાં આવતી હોય છે તે ધ્યાને લેવી જાેઈતી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ વિગતો ધ્યાને લીધા વગર તેઓએ ૧૫ લાખ, ૨૦ લાખ, ૩૦ લાખ, ૫૦ લાખ સુધીની રિકવરી નોટિસો ઇસ્યુ કરી દીધી છે. નોટિસ ઇસ્યુ કરો તેનો વાંધો નથી પણ જેની ખરેખર ભૂલ છે ટેક્સ ભરવામાં તેને નોટિસ આપો. બધાને નોટિસ મોકલવી ન જાેઈએ. આ લોકોએ વકીલોને, ટ્રાવેલ રિલેટેડ જે પણ સેકટર આવે છે હોટલ બુકિંગ, ટ્રાવેલ્સ, બસ વાળા, કારવાળા, ટુર પેકેજ વાળા તેઓને નોટિસ ઇસ્યુ કરી દીધી.
૨૦૧૪-૧૫ની નોટિસ ગત ઓક્ટોબર માસ પહેલા અને વરસ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ની નોટિસો હજુ પણ આવી રહી છે. અમને જે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે તે નિયમોને ધ્યાને લઈને નોટિસ ઇસ્યુ કરાઈ હોત તો નોટિસનો આંકડો ખૂબ નાનો હોત. અમારા જે ટ્રેડ યુનિયન છે તમામના લેટર પેડ પર સરકાર ને લેટર લખવો જાેઈએ કે, જે અમને ૬૦ ટકા એમેડમેન્ટ મ્ળ્યું છે તે ધાયનમાં લેવું જાેઈતું હતું અનેકે બસ પર ટેક્સ નથી તેને પણ ધ્યાને લેવું જાેઈતુ હતું.
૧૦ લાખથી ઉપરના ટર્ન ઓવરમાં જે છૂટછાટ મળેલી છે તેને ધ્યાને લેવી જાેઈતી હતી. આમ જેન્યુન વેપારીઓ છે તેઓને મુશ્કેલીઓ પડી રહી છે. ધરતી ટ્રાવેલ્સના કિરણભાઈ મોદી જણાવે છે કે, કોરોનાના સમયમાં ધંધો નથી, રૂપિયા નથી ખર્ચા કાઢવા મુશ્કેલ છે, તેવામાં આ નોટિસો મોકલી છે તેના કારણે મુશ્કેલીઓ વધી છે.