GSTની યોજના ‘મારૂ બિલ મારો અધિકાર’
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ:‘મારૂ બિલ મારો અધિકાર’ નામ હેઠળ જીએસટી નેટવર્ક તરફથી એક સ્કીમ અમલમાં મુકાનાર છે. જેમો ગ્રાહક ખરીદી કરીને જીઅસટીવાળા બિલ જીએસટી નેટવર્ક પર અપલોડ કરવાના રહેશે. આ અપલોડ કરેલા બિલ પરથી ડ્રો કરીને વિજેતાને ઈનામ આપવામાં આવશે. જીએસટી નેટવર્/ક ઈ-કનેકશન સોલ્યુશન નામની કંપની સાથે જાેડાણ કર્યુ છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
દરેક નાગરીકે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશ. ખરીદી કરેલા જીએસટીવાળા બિલો લઈને લીંક પર અપલોડ કરવાના રહેશેે. જેથી આવા બિલ પરથી ડ્રો કરીને દર મહિને ઈનામ અપાશે. લોકો જ્યારે જ્યારે ખરીદી કરે અને તેની સામે જીએસટી કરદાતાએ સરકારને ટેક્ષ ચુકવે એવો ઉદ્દેશ છે. ગ્રાહકો ‘મારૂ બિલ મારો અધિકાર’ જીએસટી બિલ સાથે ખરીદી કરે તો તેમને રીવોર્ડ પણ મળશે.