GST સમાધાન યોજનામાં દંડની નોટિસથી વેપારી પરેશાન
અમદાવાદ: જીએસટીનો અમલ શરૂ થયો ત્યારથી જ જીએસટી પોર્ટલને લઈને વેપારીઓ પરેશાન છે. સમાધાન યોજનાના છેલ્લા દિવસોમાં વ્યાપારીઓ હપ્તાની રકમ પોર્ટલને કારણે જમા કરાવી શક્યા નહીં અને જેવી મુદત પૂરી થઈ કે તરત જ વેપારીઓને દંડ સાથેની નોટિસો મળવાની શરૂઆત થઇ ગઇ છે. આટલું જ નહીં પરંતુ પૂરતા પ્રમાણમાં કર્મચારીઓની હોવાને કારણે વ્યાપારીઓ ના પ્રશ્નોનો હજુ સુધી કોઈની નિરાકરણ નથી આવતું હોવાની પણ ફરિયાદો શરૂ થઈ ગઈ છે. આટલું જ નહીં ડિપાર્ટમેન્ટ દ્વારા માલસામાન સાથે પકડવામાં આવેલા વાહનો પણ દિવસો સુધી પાર્કિંગમાં મુકી રાખાવામાં આવતા હોવાથી વેપારીઓને ઘણું નુકસાન જઈ રહ્યું છે. કોરોનામા મહિનાઓ સુધી વેપારીઓના ધંધા ઉદ્યોગો બંધ રહ્યા હતા. હવે ધીરે ધીરે ઉદ્યોગો શરૂ થઈ રહ્યા છે
ત્યારે જીએસટી ના અધિકારીઓ દ્વારા મોટા પ્રમાણમાં બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેને વ્યાપારીઓ આવકારી રહ્યા છે પરંતુ ઘણા કિસ્સાઓમાં માલ લઈને જતા વાહનો અટકાવી બાદ તેને પાર્કિંગમાં મૂકી દેવામાં આવે છે.હવે વેપારીઓ પેનલથી થતી હોય તે ભરીને પોતાનો માલ છોડાવવા માટે સતત પ્રયાસ કરતા હોવા છતાં ડિપાર્ટમેન્ટ દ્વારા કર્મચારીઓની અછત હોવાનું બહાનું કાઢીને કારણ વગર દિવસો સુધી માં ભરેલા વાહનો પાર્કિંગમાં પડ્યા રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે. જેને કારણે વેપારીઓ પરેશાન થઇ ગયા છે.
હવે વેરા સમાધાન યોજના અંતર્ગત જે વેપારીઓને હપ્તા ભરવાના હતા તે મહિનાના છેલ્લા દિવસોમાં પોર્ટલ ઠપ થઈ જતાં હપ્તા ભરી શક્યા નથી. હપ્તા ભરવાની અવધિ પૂરી થયા બાદ વેપારીઓને લેટ પેમેન્ટ સાથેની નોટિસ મળતાં વેપારીઓ નારાજ થયા છે.