GST કાઉન્સિલે ટેક્સ રેટમાં વૃદ્ધિ માટે રાજ્યોની સલાહ માંગી
હાલ જીએસટીની સંરચના ૪ સ્તરીય છે. જેમાં ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાના દરથી ટેક્સ લાગે છે
નવી દિલ્હી, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આગામી મહિને થવા જઇ રહેલી ય્જી્ કાઉન્સિલની બેઠકમાં સરકાર જીએસટી રેટમાં ફેરફાર કરી શકે છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે સરકાર લગભગ ૧૪૩ વસ્તુઓની જીએસટી રેટમાં વૃદ્ધિ કરી શકે છે. આ માટે સરકારે રાજ્યો પાસે વિચાર માંગ્યા છે. રિપોર્ટ પ્રમાણે કેન્દ્રના રાજસ્વમાં વૃદ્ધિ થશે અને રાજ્ય સહાય માટે કેન્દ્ર પર ર્નિભર રહેશે નહીં.
સરકાર આ ૧૪૩ વસ્તુઓમાંથી ૯૨ ટકા વસ્તુઓનો ૧૮ ટકા સ્લેબ ઘટાડીને ૨૮ ટકાના સ્લેબમાં લાવવાનો પ્રયાસ છે. આ પ્રસ્તાવિત દર તે કાપને ખતમ કરી દેશે જે સરકારે ૨૦૧૯ લોકસભા ચૂંટણી પહેલા ૨૦૧૭ અને ૨૦૧૮માં કર્યો હતો.
રિપોર્ટ પ્રમાણે જે વસ્તુઓના જીએસટી રેટ વધારવામાં આવી શકે છે
તેમાં પાપડ, ગોળ, પાવર બેંક, ઘડિયાળ, શૂટકેસ, હેન્ડબેગ, પરફ્યૂમ, કલર ટીવી (૩૨ ઇંચથી ઓછી) ચોકલેટ, ચ્યૂઇંગમ, અખરોટ, કસ્ટર્ડ પાવડર, નોન એલ્કોહોલિક બેવરેજ, સિરેમિક સિંક વોશ બેસિન, કાળા ચશ્મા માટે ફ્રેમ અને ચામડાના અપેરલ અને કપડાના સામાન સામેલ છે.
પાપડ અને ગોળ પર જીએસટીના રેટ શૂન્યથી વધીરેને ૫ ટકા કરી શકાય છે. ચામડાના અપેરલ અને સહાયક ઉપકરણ, કાંડાની ઘડિયાળ, રેઝર, પરર્ફ્યૂમ, પ્રી-શેવ/આફ્ટર શેવની તૈયારી, ડેન્ટલ ફ્લોસ, ચોકલેટ, કોકો પાઉડર, વોશ બેસિન, પ્લાયવુડ, દરવાજા, બારી, વીજળીના ઉપકરણ (સ્વીચ, સોકેટ વગેરે)ના નિર્માણ વસ્તુઓ પર જીએસટીનો દર ૧૮ ટકાથી વધારીને ૨૮ ટકા કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે હાલ જીએસટીની સંરચના ૪ સ્તરીય છે. જેમાં ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાના દરથી ટેક્સ લાગે છે. આવશ્યક વસ્તુઓને સૌથી ઓછા સ્લેબમાં છૂટ કે ટેક્સ લગાવવામાં આવે છે. જ્યારે લક્ઝરી આઈટમ્સને ઉચ્ચ શ્રેણીમાં રાખવામાં આવી છે. તેમાં સૌથી વધારે દર ૨૮ ટકા ટેક્સ લાગે છે.
જીએસટી કલેક્શન ૨૦૨૨માં તેના રેકોર્ડ બ્રેક સ્તરે પર પહોંચી ગયું અને ૧,૪૨,૦૯૫ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છે, જે અત્યાર સુધીની સૌથી વધુ રિકવરી છે.
જીએસટી કલેક્શનમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે રહ્યું છે. મહારાષ્ટ્રમાં જીએસટીથી ૨૦,૩૦૫ કરોડ રૂપિયા આવ્યા છે. જ્યારે ૯,૧૫૮ કરોડ રૂપિયા સાથે ગુજરાત બીજા નંબરે અને ૮,૭૫૦ કરોડ રૂપિયા સાથે કર્ણાટક ત્રીજા નંબર પર છે. ત્યારબાદ તમિલનાડુ (૮,૦૨૩ કરોડ રૂપિયા), હરિયાણા (૬,૬૫૪ કરોડ રૂપિયા) અને ઉત્તર પ્રદેશ (૬,૬૨૦ કરોડ રૂપિયા)નો નંબર આવે છે.