GST પોર્ટલ ઠપ્પ : વેપારીઓને દંડ ભરવો પડશે
અમદાવાદ: તાજેતરમાં જ ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષની પોર્ટલ બે દિવસ ઠપ્પ રહેવાને કારણે તેમજ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધીમું ચાલવાને કારણે કેટલાંક વેપારીઓ તા.ર૪મી જૂન સુધીમાં રીટર્ન ફાઈલ કરી શક્યા નથી. એપ્રિલ- મે અને જૂન એમ ત્રણ મહિનાના રીટર્ન ફાઈલ કરવાની મુદત લંબાવી આપ્યા પછી જીએસટી પોર્ટલના વાંકે જે વેપારીઓ રીટર્ન ફાઈલ કરી શક્યા નથી
તેમણે ૧૮ ટકા વ્યાજ અને રોજની રૂ.પ૦ લેખે પેનલ્ટી ભરવાનો વારો આવશે. કોરોનાને કારણે રૂ.પ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને ત્રણ મહિનાના રીટર્ન ફાઈલીંગમાં મુદત વધારીને રાહત આપવામાં આવી હતી. આમ, છતાં છેલ્લા દિવસોમાં પોર્ટલના ધાંધિયાને કારણે કરદાતાઓને વ્યાજ અને દંડ ચુકવવા પડશે. ઉલ્લેખનીય છે કે જીએસટી અમલમાં આવ્યો ત્યારથી રીટર્ન ફાઈલ કરવાના છેલ્લા દિવસોમાં જ વેબસાઈટ અથવા પોર્ટલના ધાંધિયા જાવા મળતા હોય છે. જેના કારણે વેપારીઓને રીટર્ન ફાઈલ કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.