Western Times News

Gujarati News

GST વસુલાત કરવા માટે માઈનસમાં ITC બ્લોક કરી શકાય નહીંઃ હાઈકોર્ટ

જીએસટી અધિકારીઓ ખોટી રીતે આઈટીસી માઈનસમાં પણ બ્લોક કરતા હતા

(એજન્સી) સુરત, બોગસ બિલિંગમાં ખોટી રીતે લેવામાં આવેલી આઈટીસીસની વસુલાત કરવામાં માટે જીએસટી અધિકારીએ આઈટીસી માઈનસમાં બ્લોક કરી દીધી હતી. તેના કારણે હાઈકોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવી હતી. આ કેસમાં હાઈકોર્ટે માઈનસમાં આઈટીસી બ્લોક કરવાની સત્તા જીએસટીના કાયદામાં જ નહીં હોવાથી અધિકારીઓ માઈનસમાં આઈટીસી બ્લોક કરી શકે નહીં તેવો ચુકાદો આપ્યો છે.

વેપારી દ્વારા બોગસ બીલ લીધા હોવાનું જીએસટી અધિકારીઓની તપાસમાં આવે તો ટેક્ષ વસુલાત કરવા માટે તેના ઈલેકટ્રોનીક લેઝરમાં જેટલી આઈટીસી હોય તેને બ્લોક કરી શકતા હોય છે. તે ઉપરાંત વધુ વસુલાત કરવાની હોય તો આઈટીસી જમા થાય તે વેપારીને આપવાના બદલે ટેક્ષરૂપી વસુલાત કરવા માઈનસમાં આઈટીસી બ્લોક કરી દેતા હોય ેછ.

તેની સામે ઉચીત શેઠ દ્વારા હાઈકોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવી હતી. આ કેસમાં હાઈકોર્ટે માઈનસમાં આઈટીસી બ્લોક કરી શકાય નહી તેવો ચુકાદો આપ્યો છે. તેમજ એવી પણ ટકોર કરી છે કે જીએસટીને કલમ ૮૬એમાં આવી કોઈ જાેગવાઈ જ કરવામાં આવી નહી હોવાના કારણે વેપારીની આઈટીસી માઈનસમાં બ્લોક કરવાની સત્તા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે વેપારીઓ પાસેથી વસૃુલાત કરવાનો થતો ટેક્ષ માટે અધિકારીઓ નિયમની ઉપરવટ જઈને સત્તાનો દુરુપયોગ કરતા હોય ેછે. તેવી જ રીતે આઈટીસી માઈનસમાં બ્લોક કરવાનો નિયમ નહી હોવા છતાં બ્લોક કરવાના કારણે જ તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી.

આ અંગે ટેક્ષ કન્સલ્ટન્ટન પાવન શાહે જણાવ્યું હતું કે, ટેક્ષ વસુલાત કરવા માટે અધિકારીઓ પાસે અન્ય રસ્તાઓ વિકલ્પ ખુલ્લા હોય છે. તેઓ બેક એકાઉન્ટ સીઝ કરી શકે અથવા વેપારીની મિલકત પણ સીલ કરી શકવાની સત્તા જીએસટીના કાયદમાં જ આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.