Western Times News

Gujarati News

GSTનો વ્યાપ વિસ્તારાશે, ગુજરાત, મહારાષ્ટ્ર દ્વારા બિઝનેસ અને પ્રોપર્ટી ડેટાનું શૅરિંગ

(એજન્સી)નવીદિલ્હી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટૅક્સીસ (સીબીડીટી)ના વડા વિવેક જાેહરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યો ગુડ્‌સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી)નો વ્યાપ વિસ્તારવાની દિશામાં સક્રિય છે. ગુજરાતે બિઝનેસને પર્મેનન્ટ અકાઉન્ટ નંબર (પૅન) સાથે જાેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે,

જ્યારે મહારાષ્ટ્ર પ્રોપર્ટી ટૅક્સ (મિલકત વેરા)ની માહિતી શૅર કરી રહ્યું છે. જીએસટીમાં નહિ નોંધાયેલા બિઝનેસને શોધવા મોટા પાયે કાર્યવાહી હાથ ધરાઇ છે. જીએસટીનો વ્યાપ વિસ્તારવાના પાઇલટ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશની ડિસ્કોમ્સ સાથે ડેટા શૅરિંગ ચાલી રહ્યું છે.

અગાઉ જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલીક ત્રુટિઓને ગુના ન ગણવા અને કરચોરી બદલ કાર્યવાહી માટેની રકમ એક કરોડ રૂપિયાથી વધારીને બે કરોડ કરવા ઉપરાંત કઠોળના ફોતરાં-છોતરાંને કરમુક્ત કરવા અને એસયુવીની વ્યાખ્યા સ્પષ્ટ કરવા જેવા અનેક ર્નિણય લીધા હતા.

ગુડ્‌સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી) સંબંધી ગુનામાં ફરિયાદ દાખલ કરીને પગલાં લેવા માટેની લઘુતમ રકમની મર્યાદા એક કરોડ રૂપિયાથી વધારીનેે બે કરોડ રૂપિયા કરવામાં આવી હોવાનું મહેસૂલ ખાતાના સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે શનિવારે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કઠોળના છોતરાં-ફોતરાં પરનો પાંચ ટકા ટૅક્સ રદ કરવાનો ર્નિણય લેવાયો હતો. સમયની તંગીને કારણે કાઉન્સિલની મિટિંગના એજન્ડાના ૧૫ વિષયોમાંથી ફક્ત ૮ વિષયની ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા ન કરી શકાઈ હોય એવા વિષયોમાં જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલ સ્થાપવાનો વિષય હતો.

તે ઉપરાંત પાનમસાલા અને ગુટકાના ધંધામાં કરચોરી ડામવા માટે વિશિષ્ટ તંત્ર રચવાનો વિષય પણ ચર્ચાઈ શક્યો નહોતો.બેઠકનાં અધ્યક્ષા અને કેન્દ્રનાં નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણે જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલની ૪૮મી બેઠકની કામગીરી વિશે જણાવ્યું હતું કે સ્પોર્ટ્‌સ યુટિલિટી વેહિકલ (એસયુવી)ની વ્યાખ્યા

અને એ કેટેગરીનાં વાહનો પર લાગુ ટૅક્સ વિશે સ્પષ્ટતાઓ કરવામાં આવી હતી.અગાઉ, ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી નવેમ્બર દરમિયાન નૅટ ડિરેક્ટ ટૅક્સની આવક ૨૪ ટકા વધીને રૂ. ૮.૭૭ લાખ કરોડ થઈ હતી. આ રકમ વર્ષ ૨૦૨૨-૨૩ના એપ્રિલથી માર્ચના ડિરેક્ટ ટૅક્સ કલેક્શનના બજેટના અંદાજના ૬૧.૭૯ ટકા હતી. ૩૦ નવેમ્બરના ડિરેક્ટ ટૅક્સ કલેક્શન રૂ. ૮.૭૭ લાખ કરોડ એટલે કે ગયા વર્ષના એ જ સમયગાળાના નૅટ કલેક્શન કરતા ૨૪ ટકા વધુ હતું.

ચાલુ નાણાકીય વર્ષમાં ડિરેક્ટ ટૅક્સ કલેક્શન રૂ. ૧૪.૨૦ લાખ કરોડ અંદાજવામાં આવ્યો હતો, જે વર્ષ ૨૦૨૧-૨૨ના એ જ સમયગાળામાં કરવામાં આવેલા રૂ. ૧૪.૧૦ લાખ કરોડની સરખામણીએ વધુ હતું. ટૅક્સ કલેક્શન દેશની આર્થિક પ્રવૃત્તિઓનો સૂચકાંક ગણાય છે. પહેલી એપ્રિલથી ૩૦ નવેમ્બર દરમિયાન રૂ. ૨.૧૫ લાખ કરોડનું રિફંડ આપવામાં આવ્યું હતું, જે ગયા વરસના એ જ સમયાગાળાની સરખામણીએ ૬૭ ટકા વધુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.