Western Times News

Gujarati News

સરકારે કુલ ૨૧.૫૧ લાખ કરોડ રૂપિયાની આવક કરી GST કલેક્શનમાંથી

(એજન્સી)નવીદિલ્હી, ૨૦૨૪નું વર્ષ ભારતીય અર્થવ્યવસ્થા માટે વધુ સારું રહ્યું. કેન્દ્ર સરકારને જાન્યુઆરીથી ડિસેમ્બર મહિનામાં જીએસટી કલેક્શનમાંથી કુલ ૨૧ લાખ ૫૧ હજાર કરોડ રૂપિયા મળ્યા છે. નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બર મહિનામાં સરકારને ય્જી્‌થી થોડી ઓછી આવક થવા પામી છે. જ્યાં નવેમ્બરમાં જીએસટી કલેક્શન ૧.૮૨ લાખ કરોડ રૂપિયા હતું. જ્યારે ડિસેમ્બરમાં તે ઘટીને ૧.૭૭ લાખ કરોડ રૂપિયા થઈ ગયું.

અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં જીએસટી કલેક્શન ૮.૫ ટકા વધીને ૧.૮૨ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. નાણા મંત્રાલયના સત્તાવાર આંકડા અનુસાર એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળા માટે કલેક્શન રૂ. ૧૬.૩૪ લાખ કરોડ છે. જ્યારે, ઓક્ટોબરમાં ગ્રોસ જીએસટી કલેક્શન ૯ ટકા વધીને રૂ. ૧.૮૭ લાખ કરોડથી વધુ થઈ ગયું હતું, જે સ્થાનિક વેચાણમાં વધારાને કારણે અત્યાર સુધીનું બીજું સૌથી વધુ જીએસટી કલેક્શન છે.

જો આપણે વર્ષ ૨૦૨૪માં જાન્યુઆરીથી ડિસેમ્બર મહિનાના જીએસટી કલેક્શનના આંકડાઓ પર નજર કરીએ તો તેમાં ઘણી વધઘટ જોવા મળી છે. જાન્યુઆરીથી ડિસેમ્બર મહિનામાં જીએસટીથી સરકારી તિજોરીમાં ૨૧ લાખ ૫૧ હજાર કરોડ રૂપિયા આવ્યા છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સરકારનું કુલ જીએસટી કલેક્શન ૧૬.૩૩ લાખ કરોડ રૂપિયા છે. આ ડેટા એપ્રિલ ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ સુધીના છે, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ સમાપ્ત થવામાં હજુ ત્રણ મહિના બાકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સરકારને ય્જી્‌ કલેક્શનમાંથી કુલ ૨૦.૧૪ લાખ કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે રૂ ૨૦૨૨-૨૩માં જીએસટીથી સરકારી તિજોરીમાં ૧૪.૯૬ લાખ કરોડ રૂપિયા જમા થયા હતા.

જો આપણે જાન્યુઆરી ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ સુધીના માસિક ય્જી્‌ કલેક્શનના આંકડા પર નજર કરીએ તો માત્ર ત્રણ જ મહિના એવા છે જ્યારે સરકારનું જીએસટી કલેક્શન ૧.૮૦ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. તમને જણાવી દઈએ કે જુલાઈ ૨૦૨૪, ઓક્ટોબર ૨૦૨૪ અને નવેમ્બર ૨૦૨૪માં જીએસટી કલેક્શન ૧.૮૦ લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે.

જીએસટી કાઉન્સિલની ૫૫મી બેઠકમાં જીએસટી ચોરી અટકાવવા માટે માલસામાન માટે ટ્રેક અને ટ્રેસ મિકેનિઝમ લાગુ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. આ હેઠળ, આવી વસ્તુઓ અથવા પેકેટો પર એક વિશિષ્ટ ચિહ્ન મૂકવામાં આવશે, જેથી તે સપ્લાય ચેઇનમાં શોધી શકાય. તેનો ઉદ્દેશ્ય સેન્ટ્રલ ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, ૨૦૧૭ માં કલમ ૧૪૮છ દ્વારા જોગવાઈનો સમાવેશ કરવાનો છે, જેથી કરીને સરકારને કરચોરીની સંભાવના ધરાવતા ઉત્પાદનોને ટ્રૅક કરવા અને ટ્રેસ કરવા માટે સક્ષમ બનાવવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.