Western Times News

Gujarati News

ઓગસ્ટમાં GST કલેક્શનનો આંકડો 1.60 લાખ કરોડને પાર

(એજન્સી)નવી દિલ્હી, દેશમાં જીએસટીથી થનારી મહેસૂલી આવકમાં વાર્ષિક આધારે મજબૂત વૃદ્ધિ જાેવા મળી રહી છે. ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ભારતમાં જીએસટી કલેક્શનનો આંકડો ૧.૬૦ લાખ કરોડને આંબી ગયો હતો. જે એક વર્ષ પહેલાની તુલનાએ ૧૧% વધુ છે.

મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ આજે જીએસટી કલેક્શન વિશે માહિતી આપતાં આ જાણકારી આપી છે. સરકારી આંકડામાંથી મળેલી માહિતી અનુસાર સરકારે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શન મારફતે ૧.૪૪ લાખ કરોડ રૂપિયા (૧૭.૪૧ અબજ ડૉલર) ની આવક કરી હતી.

મલ્હોત્રાએ કહ્યું કે જૂન ત્રિમાસિકમાં જીડીપીનો વૃદ્ધિ દર ૭.૮% હતો અને સાંકેતિક રીતે તેમાં ૮%ની વૃદ્ધિ થઈ હતી. જૂન ત્રિમાસિક દરમિયાન મહેસૂલી આવકમાં ૧૧%થી વધુની વૃદ્ધિ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.