GST વિભાગની હેર સલૂન -મસાજ પાર્લરોની સામે કડક કાર્યવાહી

(એજન્સી)અમદાવાદ, જીએસટી ડિપાર્ટમેન્ટ એકત્ર કરેલા ડેટાને આધારે લકઝુરીયસ હેર સલુન, હેર ટ્રીટમેન્ટ મસાજ પાર્લર તેમજ બ્યુટી પાર્લરો સામે કરચોરીની આશંકાએ તપાસ શરૂ કરી છે.
જીએસટી ડિપાર્ટમેન્ટે કરેલા સર્વેમાં કેટલાક મહત્વના એકમોના ડેટા શંકાસ્પદ જોવા મળ્યા હતા. જેને લઈને ડીપાર્ટમેન્ટ દ્વારા તપાસ હાથ ધરીને આવા એકમોમાંથી કરોડો રૂપિયાની કરચોરી ઝડપી પાડી હતી.
આ કરચોરીની મોડસઓપરેન્ડીમાં વેપારીઓ બિલ વગર ગ્રાહકોને રોકડમાં માલ વેચીની ટેક્ષ ચોરી કરતા હતા. જયારે વેપારી ખરીદેલા માલનું રોકડમાં વેચાણ કર્યા બાદ મોટી કંપનીઓને બિલનું પણ વેચાણ કરીને મોટી કમાણી કરી લેતા હોય છે.
વેચાણના પણ રોકડા કરવામાં આવી રહયો છે. આ મોડસ ઓપરેન્ડી ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં આવતા વિવિધ કોમોડીટીમાં તપાસ હાથ ધરી હતી.
જેમાં પોસ વિસ્તારમાં મોઘી દુકાનો ખરીદી કે ભાડે રાખીને ઉચા ભાવે સવીસ આપતા હેર સલુન હેર ટ્રીટમેન્ટ, સ્કીન ટ્રીટમેન્ટ, મસાજ પાર્લર તેમજ બ્યુટી પાર્લરનો ડેટા એકત્રીત કરવામાં આવ્યો હોવાનું સુત્રો પાસેથી માહિતી મળી છે. ડેટાના આધારે હવે ટુંક સમયમાં ડીપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર રાજયમાં આવા એકમો પર તપાસનો ધમધમાટ શરૂ કરશે.
જીએસટીની ચોરી રોકવા માટે જીએસટી વિભાગ વિવિધ ઉધોગો સાથે સંકળાયેલા એકમોનો ડેટા મેળવી તેનો અભ્યાસ કરે છે.
તાજેતરમાં કોમોડીટી તેમજ અમદાવાદ સુરત, વડોદરામાં ડ્રાયફ્રુટના મોટા વેપારીઓ પર દરોડો પાડીને કરોડોનો કરચોરી પકડી પાડવામાં આવી
હતી.