Western Times News

Gujarati News

GST: 5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારી માટે ઇ-ઇનવોઇસ ફરજિયાત

નવી દિલ્હી, પાંચ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારીઍ ફરજિયાત ઇ-ઇનવોઇસ બનાવવાનો નિયમ આગામી પહેલી ઓગસ્ટ, 2023થી લાગુ કરવામાં આવ્યો છે. GST: Government Lowers Threshold For E-Invoicing To Rs 5 Crore From Aug 1, 2023

જુલાઇ ૨૦૧૭માં લાગુ કરવામાં આવેલા GSTના કાયદામાં ઍક પણ નાણાંકીય વર્ષમાં વેપારીનું ટર્નઓવર પાંચ કરોડથી વધુ હોય તેને પણ પોર્ટલ પરથી જ ઇનવોઇસ બનાવવું પડશે. આ નિયમનો ભંગ કરનાર વેપારીને ૫૦ હજાર રૂપિયા સુધીનો દંડ વસુલવાની પણ જાગવાઇ કરવામાં આવી છે.

બોગસ બિલિંગના વધતા કેસને કારણે જો જીએસટી પોર્ટલ પરથી જ ઇ-ઇનવોઇસ બનાવવામાં આવે તો કયા વેપારીએ સમગ્ર વર્ષ દરમિયાન કેટલા રૂપિયાનો વેપાર કર્યો અને તેને કયા કયા વેપારીને માલનું વેચાણ કર્યું તે સહિતની વિગતો એક કલીકના આધારે મળી જતી હોય છે.

https://westerntimesnews.in/news/221152/how-to-create-an-e-invoice/

ઓગસ્ટ 2022ના રોજ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ અગાઉ આ મર્યાદા 10 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

આવા સંજોગોમાં વેપારીએ માલની ખરીદી કર્યા પછી તેનું વેચાણ કર્યું છે કે નહીં કે કાગળ પર જ સમગ્ર વેપાર કરવામાં આવી રહ્યો છે તેની પણ વિગતો આ નિયમના આધારે સરળતાથી મળી રહેવાની છે. આ જ કારણોસર પાંચ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારીને ફરજિયાત ઇ-ઇનવોઇસ બનાવવાનો નિયમ લાગુ કરવામાં આવ્‍યો છે. આ નિયમ હેઠળ ૮૦ ટકા વેપારીઓને ઇ-ઇનવોઇસના દાયરામાં આવરી લેવાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.