ઓફીસ, ગોડાઉન કે બેંકનું સરનામું બદલાયું તો GST વિભાગને જાણ કરવી પડશે
GSTમાં નાની સરખી ભુલ હશે તો પણ વેપારીએ પ૦ હજાર સુધીનો દંડ ભરવાની સ્થિતી ઉભી થઈ શકે છે.
(એજન્સી)મુંબઈ, મોટાભાગના વેપારીઓ જીએસટી નંબર લીધા બાદ તેઓના ઓફીસ,ગોડાઉન બેકની વિગતોમાં સુધારો કરવામાં આવ્યા બાદ જીએસટીમાં તેની વિગતો અપડેટ કરાવતા નથી.
જયારે જીએસટીના અધિકારીઓને તપાસમાં આવે ત્યારે આવી તમામ વિગતોની ઝીણવટભરી તપાસ કરતા હોય છે. તેમાં વેપારીના સરનામા કે અન્ય કોઈપણ વિગતમાં વિસંગતતા આવે તો સીધો પ૦ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવતો હોય છે
હાલમાં જીએસટી વિભાગમાં ઓડીટની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે વેપારીને ત્યાં જીએસટીના અધિકારીઓ ઓડીટ માટે જાય તે પહેલા વેપારીને જાણ કરી જ દેવામાં આવતી હોય છે. પરંતુ વેપારીઓઅની આળસના લીધે કેટલીક વખત મોટો દંડ ભરવાની સ્થિતી સર્જાઈ શકતી હોય છે. હાલમાં જ ઓડીટની કામગીરીમાં સૌથી વધુ દંડ વેપારીઓને સરનામું અપડેટ નહી કરવાના લીધે દંડ ભરવો પડી રહયો છે.
જોકે જીએસટીમાં પહેલેથી જ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ઓફીસ ગોડાઉન, અને બેકની વિગતોમાં સુધારો કરવામાં આવ્યો હોય તો તેની જાણકારી જીએસટી વિભાગને કરવાની રહેશે. તેમજ તેની વિગતો જીએસટી પોર્ટલ પર પણ અપડેટ કરવાની રહેશે.
સરનામાની વિગતોમાં ફેરફારની જાણ તાત્કાલીક કરવી જોઈએ, વેપારીના કોઈપણ સ્થળમાં ફેરફાર થયો હોય તો તેની જાણકારી તાત્કાલીક જ જીએસટી વિભાગને કરી દેવી જોઈએ. કારણ કે જયારે અધિકારી તપાસમાં આવે ત્યારે સૌથી પહેલા તેની જ વિગતો મેળવીને જીએસટીમાં તે વિગત યોગ્ય છે. કે નહી તેની ચકાસણી કરતા હોય છે. જેથી વિગતો અપડેટ કરવામાં આવી રહયા છે. દંડની કાર્યવાહીમાંથી બચી શકાય છે.