GST નંબર ચાલુ કરાવવા 35 હજારની લાંચ લેતા અધિકારી ઝડપાયા
અમદાવાદ, સરકારી ખાતામાં કોઈ કામકાજ પાર પાડવું હોય તો કેટલાંક લાંચિયા અધિકારીઓ દ્વારા લાંચ માગવામાં આવે છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં એન્ટિ કરપ્શન બ્યૂરોએ આવા કેટલાંક લાંચિયા અધિકારીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે અમદાવાદના આશ્રમરોડ પર આવેલા રાજ્ય કર ભવનના એક રાજ્ય વેરા અધિકારીએ પણ લાંચ માગી હતી.
ત્યારે લાંચ લેનારા બે શખસો એસબીના છટકામાં ભરાઈ ગયા હતા. આ લાંચિયા શખસોએ રિજેક્ટ થઈ ગયેલો જીએસટી નંબર ચાલુ કરાવવા માટે રુપિયા ૩૫ હજારની લાંચ માગી હતી. જે બાદ ફરિયાદીએ એન્ટિ કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ નોંધાવી હતી. એ પછી એસીબીએ છટકુ ગોઠવીને આ લાંચિયા શખસોને ઝડપી પાડ્યા હતો. આ મામલે એસીબીએ આગળની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જે વ્યક્તિએ એસીબીને ફરિયાદ કરી હતી તે ભાગીદારીમાં બાંધકામનો ધંધો કરે છે. તેમનો જીએસટી નંબર રિજેક્ટ થઈ ગયો હતો. જેથી તેઓ પોતાના ધંધાના કામકાજથી આ જીએસટી નંબર ચાલુ કરાવવા માગતા હતા. જેના પગલે તેઓએ અમદાવાદના આશિષ સુભાષ અગ્રવાલ અને સીએ કુનાલ સુભાષ અગ્રવાલનો સંપર્ક કર્યો હતો.
બંનેએ ફરિયાદીને આ જીએસટી નંબર ચાલુ કરાવી આપવાની વાત કરી હતી. ફરિયાદીએ આ બંને આરોપીઓ મારફતે અમદાવાદના આશ્રમરોડ પર આવેલી રાજ્ય કર ભવનમાં અપીલ કરી હતી.
એ પછી આ બંને આરોપીઓના મનમાં લાલચ જાગી હતી. તેઓએ ફરિયાદીને ફોન કરીને એવું કહ્યું કે, જીએસટી નંબર ચાલુ કરવા માટે રાજ્ય વેરા અધિકારી ગૌરાંગ રમેશચંદ્ર વસૈયા રુપિયા ૫૦ હજારનો વ્યવહાયર માગે છે. એ પછી ફરિયાદી અને આશિષ બંને આ અધિકારીને ઓફિસમાં જઈને રુબરુ મળ્યા હતા. ઓફિસમાં ગયા બાદ થોડી રકઝક થઈ હતી.
રકઝકના અંતે ગૌરાંગ વસૈયા અને આશિષ અગ્રવાલે જીએસટી નંબર ચાલુ કરાવવા માટે રુપિયા ૩૫ હજારની લાંચ માગી હતી. જાે કે, ફરિયાદી આ લાંચની રકમ આપવા માગતા નહોતા. એટલે તેઓએ એન્ટિ કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કરી હતી.
એટલે એસીબીએ પણ લાંચિયા અધિકારીને ઝડપી પાડવા માટે છટકુ ગોઠવ્યું હતું. આ લાંચની રકમ રાયપુરના સીટી સેન્ટર-૨માં આવેલી આશિષ અગ્રવાલની ઓફિસમાં પહોંચતી કરવાની હતી. ત્યારે એસીબીએ છટકુ ગોઠવીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
તો કુનાલ અગ્રવાલે આ કામમાં મદદગારી કરી હતી. જેથી એસીબીએ આશિષ અગ્રવાલ અને કુનાલ અગ્રવાલને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે લાંચ માગનારા અધિકારી ગૌરાંગ વસૈયા રજા પર હોય તેઓ એસીબીને મળી આવ્યા નહોતા. ત્યારે એસીબીએ આ મામલે આગળની તજવીજ હાથ ધરી છે.SS1MS