GST અધિકારી હવે શો કોઝ નોટીસ ફટકારી શકશે
કારણ દર્શાવો નોટિસ આપનાર અધિકારીએ અપીલ, આકલન સહિતની જવાબદારી જાતે ઉઠાવવી પડશે
મુંબઈ, જીએસટી ચોરી મામલે કારણ દર્શાવો નોટિસ હવે અધિકારીઓ માટે સરળ નહીં રહે, બલકે નોટિસ આપનાર અધિકારીઓએ પણ વેપારીને શોકોઝ નોટીસ આપતા પહેલા કાર્યવાહી કરવી પડશે. જીએસટી ચોરીનો પતો મેળવવા માટે રાજય અને કેન્દ્ર સરકારના જીએસટી અધિકારીઓ દ્વારા કારણ દર્શાવો નોટીસ આપ્યા બાદ આગળની કાર્યવાહી જયુરીડીકશનલ અધિકારીઓ પર નાખી નહીં શકાય.
બલકે નોટિસ આપનાર અધિકારીઓએ જ આગળની કાર્યવાહી પુરી કરવી પડશે. જીએસટી પરિષદે જણાવ્યું છે કે કારણ દર્શાવો નોટિસ ઈસ્યુ કરનાર કર અધિકારીએ તે ફર્મ સામે બધી પ્રવર્તન અને પરિણામી કાર્યવાહી પુરી કરવી પડશે, જેની સામે જીએસટી અધિકારીને જીએસટી ચોરીનો પતો લાગ્યો હતો.
માલ અને સેવા કર (જીએસટી) વ્યવસ્થા અંતર્ગત રાજય આવા ફર્મો પર 90 ટકા શાસન-નિયંત્રણ રાખે છે, જેમનો વાર્ષિક કારોબાર 1.5 કરોડ રૂપિયા સુધી હોય છે,
જયારે તેનાથી વધુ કારોબાર કરનાર સંસ્થાન કેન્દ્ર અને રાજય કર અધિકારીઓના ક્ષેત્રમાં 50-50 ટકાના પ્રમાણમાં આવે છે. પ્રવર્તનના મામલામાં અધિકારના મુદ્દામાં સમાધાન કરવા માટે જીએસટી પરિષદે એ સ્પષ્ટ કર્યું છે કે અપીલ, આકલન વગેરે પુરા કરવાની જવાબદારી પ્રવર્તન કાર્યવાહી શરૂ કરનાર કર અધિકારીઓ (પછી ભલે તે કેન્દ્રના હોય કે રાજ્યના)ની રહે છે.