Western Times News

Gujarati News

સ્ટેટ GST વિભાગે બિનહિસાબી પાન મસાલાની હેરફેર પકડી અંદાજે રૂ. 2.55 કરોડથી વધુ GST ચોરી હોવાનો અંદાજ

પ્રતિકાત્મક તસવીર

સ્ટેટ GST વિભાગે 4 ફેબ્રુઆરી 2025 ના રોજ સંવેદનશીલ ચીજવસ્તુઓમાં ઇનવોઇસ વિના, ખામીયુક્ત ઇન્વોઇસ અથવા યોગ્ય દસ્તાવેજો વિના માલની હેરફેર થકી કરવામાં આવતી કરચોરી રોકવા માટેના અભિયાનના ભાગ રૂપે અમદાવાદ જિલ્લામાં પાન મસાલા અને તમાકુના પાઉચ વહન કરતા 6 વાહનોને અટકાવ્યા હતા.

ચોક્કસ બાતમીના આધારે માલ તથા દસ્તાવેજોની ચકાસણીના કરવામાં આવતાં પાન મસાલા અને તમાકુના કુલ 42.12 લાખ બિનહિસાબી પાઉચ મળી આવ્યા હતા. જેમાં રૂ. 255 લાખથી વધુ GST ચોરીનો હોવાનો અંદાજ છે.

રાજ્ય વેરા વિભાગ દ્વારા સરકારી આવકનું રક્ષણ અને વસુલાત કરવા માટે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ વિભાગ સંવેદનશીલ ચીજવસ્તુઓમાં કરચોરીને રોકવા માટે તેના ગુપ્તચર નેટવર્ક અને ક્ષમતાઓને વધુ સક્ષમ અને વિસ્તૃત કરવા માટે પણ સક્રિયપણે કાર્ય કરી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.