Western Times News

Gujarati News

ધનતેરસના દિવસે જ સોની વેપારીઓ ઉપર GSTના દરોડા

રાજકોટ સોની બજારમાં દરોડાના પગલે વેપારીઓમાં રોષ

(એજન્સી)અમદાવાદ, આજે ધનતેરસનો તહેવાર હોઈ લોકો આજે સોના-ચાંદીની ખરીદી કરવાનું મહત્વ હોય છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ધનતેરસનાં તહેવારને લઈ સોના-ચાંદીની દુકાનમાં લોકો ખરીદી કરવા ઉમટ્યા છે.

ત્યારે રાજકોટમાં સોની બજારમાં જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સોની બજારમાં સોનાનાં હોલસેલનાં વેપારીઓને ત્યાં જીએસટીનાં દરોડા પડતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

રાજકોટનાં સોની બજારમાં જે.કે. અને આર.કે. સહિત ત્રણ પેઢી પર જીએસટીનાં દરોડા પડ્‌યા હતા. ધનતેરસનાં દિવસે જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા વેપારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં સમયાંતરે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવતા હોય છે. ત્યારે આજે જીએસટી વિભાગ દ્વારા રાજ્યનાં અનેક શહેરોમાં દરોડા પાડ્‌યા હતા. આ દરોડામાં જીએસટી વિભાગને કરોડોની જીએસટી ચોરી પકડાઈ હતી. તેમજ બિન-હિસાબી રોકડ વ્યવહાર પણ મળી આવ્યા હતા.

સ્ટેટ જીએસટી દ્વારા બી ટુ સી સેક્ટરનાં કલોલ, ભાવનગર, સુરત તેમજ અમરેલીમાં દરોડા પાડ્‌યા હતા. જીએસટી વિભાગ દ્વારા કાપડ, ફટાકડા અને આઈસ્ક્રીમનાં વેપારીઓની દુકાને દરોડા પાડ્‌યા હતા. જીએસટી વિભાગને દરોડામાં ૩.૮૨ કરોડની જીએસટી ચોરી પકડાઈ હતી. તેમજ બિન-હિસાબી સ્ટોક તેમજ રોકડ વ્યવહાર પણ મળી આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.