ગુજરાતના હેર અને બ્યુટી ટ્રીટમેન્ટના 21 સેન્ટરોના 40 યુનિટ પર GSTના દરોડા
અમદાવાદ, રાજયમાં મોટા શહેરોમાં હેર ટ્રાન્સપ્લાન્ટ અને હેર ટ્રીટમેન્ટના સેન્ટરો ધમધમી રહ્યા છે. આ ઉપરાંત સુંદર દેખાવા માટે લોકો કોસ્મેટીક, સ્કીન અને પ્લાસ્ટિક સર્જરી તરફ પણ વળ્યા છે. આ તમામ યુનિટના સંચાલકો લાખોની કમાણી કરી લઇ તેના ઉપર ભરવાનો થયો ટેક્સ ભરવામાં ચોરી કરી રહ્યા છે.
જે અંગે ઘણી ફરિયાદો મળતી હતી પરતુ એક સિનિયર અધિકારીની રજૂઆતને પગલે ગાંધીનગરથી આદેશ છૂટ્યા અને જીએસટીની ટીમે તપાસ શરૂ કરી ગુજરાતના આવા ૨૧ સેન્ટરોના ૪૦ યુનિટ પર દરોડા પાડીને હિસાબ ચેક કરવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ અધિકારીઓએ આવા તમામ યુનિટની ટેક્સની વિગતો અને તેમના હિસાબ ચેક કરવાની કવાયત શરૂ કરી છે. જેમાં ઘણી ટેક્સ ચોરી સામે આવે તેવી સંભાવના છે. હેર ટ્રીટમેન્ટ અને કોસ્મેટીક સર્જરી, પ્લાસ્ટિક સર્જરી અને સ્કીન સર્જરીની જે મોટો ચાર્જ વસૂલ કરવામાં આવે છે.
તેની ચોપડે કોઇ જ એન્ટ્રી કરવામાં આવતી નહોતી. જો બિલ આપવામાં આવે તો જેટલી ફી વસૂલ કરવામાં આવી હોય તેના કરતાં ઓછા બિલ આપવામાં આવે છે. સંચાલકો દ્વારા જુદા જુદા અર્થઘટન કરીને ટેક્સની ચોરી કરવામાં આવતી હોય છે.
આ તમામ બાબતોનો અભ્યાસ કર્યા બાદ GSTના અધિકારીઓ અમદાવાદ શહેરના ૯ યુનિટની ૧૬ પ્રિમાઇસીસ, વડોદરાના ૫ યુનિટની ૯ પ્રિમાઇસીસ તથા સુરતના ૭ યુનિટની ૧૫ પ્રિમાઇસીસ મળી કુલ ૨૧ યુનિટની ૪૦ પ્રિમાઇસીસ પર દરોડા પાડીને તપાસ કરી હતી. જેમાં મોટા પ્રમાણમાં કરચોરી થઇ હોવાનું સામે આવ્યુ છે.