GTPL હેથવેની FY2022ના H1 ગાળામાં કન્સોલિડેટેડ આવકો રૂ. 12,159 મિલિયન થઈ
આ સમયગાળા દરમિયાન 1 લાખ નેટ બ્રોડબેન્ડ સબસ્ક્રાઈબર્સ ઉમેરાયા
અમદાવાદ, ભારતની અગ્રણી ડિજિટલ કેબલ ટીવી અને બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડર જીટીપીએલ હેથવે લિમિટેડે (GTPL) 30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા થતા બીજા ત્રિમાસિક ગાળા અને અર્ધવાર્ષિક ગાળા માટેના નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે. GTPL Hathway’s Consolidated H1FY22 Revenue at Rs.12159 mn up by 12% YoY
નાણાંકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળા માટે કન્સોલિડેટેડ ધોરણે આવકો (ઈપીસી સહિત) રૂ. 6,052 મિલિયન રહી હતી જે વાર્ષિક ધોરણે ચાર ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા (ઈપીસી સહિત) રૂ. 1,448 મિલિયન કરી હતી જે વાર્ષિક ધોરણે ચાર ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળામામાં ચોખ્ખો નફો રૂ. 433 મિલિયન રહ્યો હતો.
નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે કન્સોલિડેટેડ ધોરણે આવકો રૂ. 12,159 મિલિયન હતી જે વાર્ષિક ધોરણે 12 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે એબિટા રૂ. 2,828 મિલિયન હતી (ઈપીસી સહિત) જે વાર્ષિક ધોરણે છ ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે પેઈંગ સબસ્ક્રાઈબર્સ 7.35 મિલિયન હતા. આ સમયગાળા દરમિયાન એક લાખ નેટ બ્રોડબેન્ડ સબસ્ક્રાઈબર્સ ઉમેરાયા હતા.
કંપનીની કામગીરી અંગે ટિપ્પણી કરતાં જીટીપીએલ હેથવેના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અનિરુદ્ધસિંહ જાડેજાએ (Managing Director Anirudhsinh Jadeja) જણાવ્યું હતું કે જીટીપીએલ હેથવેએ નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મહત્વના કેપીઆઈ પર કામગીરી દર્શાવવાનું ચાલુ રાખ્યું હતું.
નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રિટર્ન રેશિયો અને મજબૂત બેલેન્સશીટ ઉપરાંત બ્રોડબેન્ડ બિઝનેસમાં નોંધપાત્ર સબસ્ક્રાઈબર્સ ઉમેરાયા હતા અને સબસ્ક્રીપ્શન આવકો પણ વધી હતી. નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કંપનીએ 1,00,000 નેટ બ્રોડબેન્ડ ગ્રાહકો ઉમેર્યા હતા.
30 સપ્ટેમ્બર, 2021ના રોજ અનુક્રમે 33 ટકા અને 20 ટકા ના પ્રભાવશાળી ROCE અને ROE તરફ દોરી જતા ‘નેટ ડેટ ફ્રી’ સ્ટેટસને કારણે બેલેન્સ શીટ મજબૂત રહી છે. આક્રમક રસીકરણ અભિયાનની આગેવાની હેઠળ અર્થતંત્ર સામાન્ય સ્થિતિમાં આવી રહ્યું હોવાથી, કંપની હાલના અને નવા બજારોમાં તેની હાજરીને મજબૂત કરવા માટે સજ્જ છે.