Western Times News

Gujarati News

GTU અને ઉચ્ચ શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે  NNS પ્રોગ્રામ ઓફિસર્સ માટે  પ્રશિક્ષણ વર્કશોપનું આયોજન કરાયું

શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં એનએનએસ પ્રોગ્રામ ઓફિસર્સનું બહુમૂલ્ય યોગદાન છે. જીટીયુ પણ સમયાંતરે આ પ્રકારના વર્કશોપનું આયોજન કરીને દરેક ક્ષેત્રમાં સમાજ ઉપયોગી કાર્યો કરવામાં અગ્રેસર રહે છે. – શ્રી મહેશ મહેતા નાયબ શિક્ષણ નિયામક, ઉચ્ચ શિક્ષણ

રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ટેક્નિકલ શિક્ષણની સાથે-સાથે રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ) અંતર્ગત પણ સમાજ ઉત્થાનના તમામ પ્રકારના કાર્યો કરવામાં  આવે છે.  તાજેતરમાં જગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને ઉચ્ચ શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે  એનએનએસ પ્રોગ્રામ ઓફિસર્સ માટે  પ્રશિક્ષણ વર્કશોપનું આયોજન જીટીયુ ખાતે કરવામાં આવ્યું હતું.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અધ્યક્ષ સ્થાને હાજર રહીને કાર્યક્રમે ખૂલ્લો મુકતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્ર પર આવી પડેલ દરેક આપત્તિની ક્ષણમાં જીટીયુ એનએનએસ ઓફિસર્સ હરહંમેશ ખડેપગે રહીને રાષ્ટ્ર નિર્માણમાં કાર્યરત રહ્યાં છે. મુખ્ય મહેમાન પદે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના નાયબ શિક્ષણ નિયામક શ્રી મહેશ મહેતા ,

અતિથી વિશેષ અને  સાઈબર ક્રાઈમ ડિસીપી શ્રી અમિત વસાવા, ડિટીઈના પૂર્વ જોઈન્ટ કમિશનર ડૉ. કે. આર. પરમાર અને એનએનએસ રીજનલ ડાયરેક્ટર શ્રી ગીરધરભાઈ ઉપાધ્યાય સહિત જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમને સંબોધતા શ્રી મહેશ મહેતાએ જણાવ્યું હતું કે , શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં એનએનએસ પ્રોગ્રામ ઓફિસર્સનું બહુમૂલ્ય યોગદાન છે. જીટીયુ પણ સમયાંતરે આ પ્રકારના વર્કશોપનું આયોજન કરીને દરેક ક્ષેત્રમાં સમાજ ઉપયોગી કાર્યો કરવામાં અગ્રેસર રહ્યું છે.

વિશેષમાં તેમણે આઝાદી કે અમૃત્ત મહોત્સવ અંતર્ગત શ્રેષ્ઠ  ભારત કે 5 પ્રકલ્પ જેવા કે નશાબંધી , કોરોના નાબૂદી અને રસીકરણ , ગૌ-આધારીત ખેતી ,  સ્વાતંત્ર સેનાનીઓનું યોગદાન , જળસંચય અને પર્યાવરણ  વિષય પર વકત્વ્ય આપ્યું હતું. સાયબર ક્રાઈમ ડીસીપી  શ્રી અમિત વસાવાએ પણ વર્તમાન સમયમાં જોવા મળતાં વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમ અને તેનાથી કેવી રીતે બચવું વગેરે બાબતે માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ , મેન્ટલ હેલ્થ વગેરે વિષયો પર ભાગ લેનારા એનએનએસ ઓફિસર્સને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  વર્કશોપમાં  100થી વધુ ઓફિસર્સે ભાગ લિધો હતો. જેમને સર્ટીફિકેટ્સ આપીને સન્માનવામાં આવ્યા હતાં. વર્કશોપના સફળ આયોજન બદલ જીટીયુના કુલપતિ અને કુલસચિવશ્રીએ જીટીયુ એનએસએસ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડૉ. અલ્પેશ દાફડા અને શ્રી મિથિલા પટેલને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.