GTU ખાતે ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત ફ્રીડમ રન યોજાઇ
શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી “ફ્રિડમ દોડને” પ્રસ્થાન કરાવી દોડમાં સહભાગી થયા-આજની ફ્રીડમદોડ એ દેશભક્તિની મિશાલને કાયમ પ્રજ્વલિત રાખવાની દોડ છે –શિક્ષણ મંત્રી
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત અને “આઝાદ હીંદ સરકાર દિવસ” નિમિત્તે “ફ્રીડમ દોડ” યોજાઇ હતી.
શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આઝાદીનો આ મહોત્સવ એ કોઈ ઉજવણી નથી પરંતુ સમગ્ર દેશના નાગરિકો એકબીજા સાથે પરસ્પર રીતે જોડાય, ભારતીય પરંપરાગત. સંસ્કૃતિ સંસ્કાર. અને મૂલ્યો વિશે જાણે – સમજે તે માટે છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણને મળેલીઆઝાદી ખૂબ બહુમૂલ્ય છે. આપણા ક્રાંતિવીરો અને આપણા લડવૈયાઓ થકી જ આજે આપણે એક ભારત અને શ્રેષ્ઠ ભારતમાં આઝાદીથી શ્વાસ લઇ શકીએ છીએ.આજની આ ફ્રીડમ દોડ દ્વારા આપણે દેશભક્તિની ભાવનાને ઉજાગર કરીએ અને દેશની આઝાદી માટે લડનારા નામી-અનામી સૌ કોઈને શ્રદ્ધાંજલિ પાઠવીએ.
ભારત દેશ પાસે સૌથી વધુ યુવાધનહોવાનો ઉલ્લેખ કરીમંત્રીશ્રીએ યુવાનોને ભારતના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરવા અને નવી પેઢી સુધી હસ્તાંતરણ કરવા માટે આહ્વાન કર્યું હતું.
આ ફ્રીડમ દોડમાં દોડવીરો, વિદ્યાર્થીઓ , જીટીયુના કુલપતિ પ્રો.શ્રી નવીન શેઠ, ઉત્સાહભેર જોડાયા હતા.શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી એ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી પોતે પણ આ દોડમાં જોડાયા હતા.
શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી એ નેતાજી સુભાષચન્દ્ર બોઝ જીવનચરિત્રના દિવાલચિત્રનુ ઉદ્ઘાટન કર્યુ હતુ. આ ફ્રીડમ દોડમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ અંગેના વિવિધ સંદેશા પાઠવ્યા હતા.
ફ્રિડમ દોડ કાર્યક્રમમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનુ મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જીટીયુના કુલસચિવ શ્રી ડો.કે.એન.ખેર, યુવા અગ્રણી શ્રી અમીતભાઇ ઠાકર, જી.ટી.યુ.ના આચાર્યો , વિદ્યાર્થીઓવગેરે ઉપસ્થિત રહ્યા હતા.