GTU ખાતે ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ૫ દિવસીય ડિઝાઈન બૂ઼ટ કેમ્પનું આયોજન કરાયુ
ટેક્નોક્રેટ યુગમાં વિદ્યાર્થીઓ નીતનવા પ્રયોગો કરીને ટેક્નોલોજીના વિકાસ થકી આત્મનિર્ભર ભારત અભિયાનમાં સહભાગી થશે : પ્રો. ડૉ. નવીન શેઠ, કુલપતિ – જીટીયુ
બૂટ કેમ્પમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ https://forms.gle/iSmyNgAGyQNSkQmPA લિંક પર રજીસ્ટ્રેશન કરાવી શકશે
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ( જીટીયુ ) ટેક્નિકલ જ્ઞાનનો પ્રચાર પ્રસાર થાય અને ટેક્નિકલ અભ્યાસ સાથે જોડાયેલા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજે્યુએટ વિદ્યાર્થીઓમાં નવીનતમ ટેક્નોલોજીનો વ્યાપ વધે તે અર્થે તો સતત કાર્યરત રહે જ છે.
પરંતુ ધોરણ ૮થી લઈને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ શાળાકીય અભ્યાસ દરમિયાન જ ટેક્નોલોજી પ્રત્યે પ્રેરાય અને ડિઝાઈન , ઈનોવેશન જેવી પ્રવૃત્તિમાં ભાગ લે તે અર્થે દર વર્ષે જીટીયુ દ્વારા ડિઝાઈન બૂટ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૨નો બૂટ કેમ્પ આગામી તારીખ ૩૦ મે થી ૩ જૂન સુધી યોજાશે.
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતુ કે, ટેક્નોક્રેટ યુગમાં વિદ્યાર્થીઓ નીતનવા પ્રયોગો કરીને ટેક્નોલોજીના વિકાસ થકી આત્મનિર્ભર ભારત અભિયાનમાં સહભાગી થશે. જીટીયુના કુલસચીવ ડૉ. કે. એન. ખેરે ડિઆઈસી ઈન્ચાર્જ ડૉ એસ. કે. હડિયા અને કો ઓર્ડિનેટર પ્રો. રાજ હકાણીને સફળ સંચાલન માટે શુભકામના પાઠવી છે.
૫ દિવસી સુધી ચાલનારા આ બૂટ કેમ્પમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાશે. જેનો મુખ્ય હેતુ આજના યુવા ટેકનોક્રેટના વિચારો અને તેમની આવડતથી સમાજની વિવિધ સમસ્યાઓનું ટેક્નોલોજી અને ઈનોવેશનની ડિઝાઈનનું નિર્માણ કરીને સમાધાન મેળવવાનું છે.
બૂટ કેમ્પના પ્રથમ ૨ દિવસ માટે વિદ્યાર્થીઓને પ્રોબ્લમ સોલ્વિગ અને ક્રિટીકલ થીંકિંગ થોટ ડિઝાઈન પ્રોસેસ પર માર્ગદર્શન આપવામાં આવશે. ત્રીજા દિવસે પ્રોગ્રામીંગ અને ઓટોમેશન શિખવવામાં આવશે . ચોથા અને પાંચમાં દિવસે અનુક્રમે ગેમ ડેવલોપમેન્ટ ,
સ્ટોરી ટેલીંગ ઈન પ્રોગ્રામીંગ અને ૩- ડી પ્રિન્ટીંગ જેવા વિષયો પર અવગત કરાવીને તેમના દ્વારા વિવિધ ઈનોવેટીવ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવશે. બૂટ કેમ્પમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ https://forms.gle/iSmyNgAGyQNSkQmPA લિંક પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. આગામી મહિનામાં ભારતના દરેક રાજ્યોના વિદ્યાર્થીઓને આ લાભ મળી શકે તે માટે ઓનલાઈન બૂટ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.