Western Times News

Gujarati News

GTU ખાતે US કોન્સોલેટ જનરલના પ્રતિનિધીઓએ શુભેચ્છા મુલાકાત લીધી

ટેક્નિકલ શિક્ષણક્ષેત્રે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) સમગ્ર દેશમાં અગ્રગણ્ય હરોળમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત જીટીયુ ખાતે  વિદેશી વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવે છે. જ્યારે જીટીયુમાંથી ડિગ્રી મેળવેલા અનેક વિદ્યાર્થીઓ વિવિધ દેશોમાં આગામી સ્ટડી અને નોકરીના અનુસંધાને જતાં હોય છે.

વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી યુએસની હોવાથી તાજેતરમાં જીટીયુ ખાતે યુએસ કોન્સોલેટ જનરલના કોમર્શિયલ ઓફિસર શ્રી હારોલ્ડ બ્રાયમન  અને કોમર્શિયલ સ્પેશ્યાલિસ્ટ અને ઓફિસ ડિરેક્ટર શ્રી સંગીતા તનેજાએ જીટીયુ ખાતે શુભેચ્છા મુલાકાત લિધી હતી.

તેઓએ જીટીયુ ખાતે કુલપતિશ્રી પ્રો. ડૉ. નવીન શેઠ અને ડિપાર્ટમેન્ટ ઑફ ઈન્ટરનેશલ રિલેશનના ડાયરેક્ટર ડૉ. કેયુર દરજી  સાથે વિદ્યાર્થીઓના શિક્ષણ સંબધીત  અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં કરવામાં આવેલા વિવિધ પરીવર્તનશિલ નિર્ણયો

અને તેનાથી થતાં ફાયદાઓ તેમજ દર વર્ષે જીટીયુમાંથી 50થી વધુ વિદ્યાર્થીઓ ઈન્ટરનેશનલ એક્સચેન્જ પોલિસી અંતર્ગત કેન્સાસ સ્ટેટ યુનિવર્સિટી ખાતે અભ્યાસ અર્થે જતાં હોવાથી તેમની પ્રવેશ પ્રકિયાથી લઈને તમામ બાબતો અર્થે મુલાકાત દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.