GTUની ૨૨મીએ લેવાનાર પરીક્ષા મોકૂફ
અમદાવાદ, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ ૨૨મી જાન્યુઆરીએ યોજાનાર તમામ પરીક્ષા મોકૂફ કરી છે. વિગતો મુજબ વિદ્યાર્થીઓ ઉજવણી કરી શકે તે માટે પરીક્ષા મોકૂફ રખાઈ છે. નોંધનિય છે કે, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કેન્દ્ર સરકારે અને ગુજરાત સરકારે પણ હાફ ડે રજાની પણ જાહેરાત કરી છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અલગ-અલગ કોર્ષની પરીક્ષાઓને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિદ્યાર્થીઓ ઉજવણી કરી શકે તે માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે.
જે મુજબ આગમી ૨૨ જાન્યુઆરી એટલે કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની તમામ પરીક્ષા મોકૂફ રખાઇ છે. જોકે ૨૩મીએ લેવાનાર પરીક્ષા યથાવત રહેશે. આ સાથે ૨૨ જાન્યુઆરીની મોકૂફ રખાયેલ પરીક્ષાની હવે નવી તારીખ જાહેર કરાશે.SS1MS