Western Times News

Gujarati News

GTU News: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી શ્રેષ્ઠ ટેકનોલોજીકલ યુનિવર્સિટી બની

(એજન્સી)અમદાવાદ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી શ્રેષ્ઠ ટેકનોલોજીકલ યુનિવર્સિટી બની છે. કારણ કે, ગત સપ્તાહે NAACની ટીમ GTU નિરીક્ષણ માટે આવી હતી. NAAC દ્વારા પ્રથમ વાર યુનિવર્સીટીમાં NAACનું નિરીક્ષણ થયું અને GTU ને NAAC એસેસમેન્ટમાં છ ગ્રેડ મળ્યો છે.

આ સરકારી ટેકનોલોજીકલ યુનિવર્સિટીને છ ગ્રેડ મેળવવામાં NAACની ટીમે યુનિવર્સિટીની સ્ટાર્ટ અપ-ઇનીવેશન, એક્ઝામ સિસ્ટમ, સ્ટુડન્ટ પોર્ટલ વગેરે બાબતો ધ્યાનમાં લેવાઇ હતી.

આ અંગ GTU ના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલ જણાવે છે કે, શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા, રીસર્ચ અને ઈનોવેશન સહિત ઈન્ફાસ્ટ્રક્ચર, સ્ટુડન્ટ સપોર્ટ અને તમામ પ્રકારની ઉત્તમ કાર્યપ્રણાલીના ફળ સ્વરૂપે જીટીયુએ છ ગ્રેડ મેળવ્યો છે.

વર્તમાન અને અગાઉના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના મહેનતનું આ પરિણામ છે. તેમણે જણાવ્યું કે, જીટીયુના ભૂતપૂર્વ કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠએ સેવેલું નેક એક્રિડિટેશનનું સ્વપ્ન છ ગ્રેડ સાથે સાકાર થયેલ છે.

GTUની શ્રેષ્ઠ ટીચીંગ અને લર્નિગ સિસ્ટમ , ઈમર્જિંગ ક્ષેત્રના એડવાન્સ અભ્યાસક્રમ, ઉત્તમ પરીક્ષા પદ્ધતિ, સ્ટુડન્ટ સપોર્ટ સિસ્ટમ, એન્જિનિયરીંગ , ફાર્મસી, બાયોટેક્નોલોજી ,મેનેજમેન્ટ સહિત તમામ વિદ્યાશાખાની હાઈટેક લેબોરેટરીઝ વગેરે બાબતે નેક ટીમના સભ્યો પ્રભાવિત થયાં હતાં.

જેના પરિણામ સ્વરૂપે પ્રથમ વખતે જ નેક એક્રિડિટેશનની દરખાસ્તમાં જ જીટીયુએ છ ગ્રેડ મેળવ્યો છે.આ ઉપરાંત જીટીયુ ખાતે ચલાવવામાં આવતી દરેક પીજી સ્કૂલમાં દેશના વિવિધ રાજ્યો સહિત વિદેશના વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ અને ઈન્ટરનેશનલાઈઝેશન માટેની વિવિધ પ્રવૃતિઓ,

ઈનોવેટીવ એક્ટિવિટીઝ, રીસર્ચ, ઈનોવેશન અને સ્ટાર્ટઅપને વેગ આપવા માટે જીટીયુ દ્વારા સ્થાપવામાં આવેલ જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ. વિદ્યાર્થીઓ, રિસચર્સ અને સ્ટાર્ટઅપકર્તા માટે લાગું કરવામાં આવેલ તમામ પ્રકારની રિસર્ચ પોલિસી, GTU બેઝ્‌ડ અદ્યતન ડિજીટલ ક્લાસરૂમ સહિત ઉત્તમ ઈન્ફાસ્ટ્રક્ચરની પણ નેક ટીમ દ્વારા નોંધ લેવામાં આવી હતી.

વધુમાં તેઓએ સ્ટુડન્ટ સપોર્ટ સિસ્ટમ જેવી કે મેરીટ બેઝ્‌ડ સ્કોલરશિપ , વિદ્યાર્થીઓ માટેની તમામ પ્રકારની ડિજીટલ સુવિધા, સ્ટુડન્ટ કાઉન્સેલિંગ અર્થે સંવાદ સેન્ટરની વ્યવસ્થા, વિદ્યાર્થીઓ માટે ઈમર્જિંગ ક્ષેત્રના વિવિધ સેમિનાર અને વર્કશોપનું આયોજન સહિત જીટીયુની વિવિધ બેસ્ટ પ્રેક્ટીસની નોંધ લીધી હતી. યુનિવર્સિટીને નેક દ્વારા છ ગ્રેડ મળવાથી આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને પણ વિશેષ પ્રમાણમાં લાભ મળવાપાત્ર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.