Western Times News

Gujarati News

દીકરો અને દીકરી આત્મનિર્ભર થઈને જીવી શકે એવું માર્ગદર્શન આપવું જોઈએ

પ્રતિકાત્મક

આખી દુનિયા કરતાં તારાં દીકરા-વહુ સારાં છે રશ્મિ, તોય તારા ઘરમાં રોજની કચકચ શાની થાય છે એ જ અમને કોઈને સમજાતું નથી. રોજ રૂપલ છાનાં આંસુ સારે છે એ અમને નથી ખબર એવું નથી. અત્યાર સુધી તો કોઈ તને કહેવા નથી આવ્યું પણ રાત્રે રૂપલ મોડી આવી સ્પછી પણ તમે તરત એને કહેવા લાગ્યા કે ‘રાંધવું પડે એટલે મોડે સુધી રખડીને આવે છે, ઘરમાં ધ્યાન જ નથી આપતી સાવ નકામી…’ એટલે આજે ખાસ તારી સાથે વાત કરવા આવ્યા છીએ.

રશ્મિબેન અને રાજુભાઈનો એક જ દીકરો કરણ મોટી મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરે અને વરસેક પહેલાં જ જએના લગ્ન કરેલાં અને વહુ રૂપલ પણ સારી કંપનીમાં મેનેજર. જવાનો સમય નક્કી પણ આવવાનો નક્કી નહીં. મોટા ભાગે મોડું થઈ જ જાય. શરૂ શરૂમાં રૂપલને મોટું થાય તો રશ્મિબેન રસોઈ કરી નાખતાં પણ છેલ્લાં થોડા સમયથી ઘરમાં આ મુદ્દાને લઈને ઝઘડા થવા લાગ્યા હતા.

રશ્મિબહેન હવે એવી અપેક્ષા રાખતાં હતાં કે રૂપલે વહેલા આવવું જોઈએ અને સાંજની રસોઈ એણે જ બનાવવી જોઈએ. કારણ કે સવારે તો એ એના અને કરણના ટિફિન જેટલું બનાવીને નીકળી જ જાય છે. રૂપલને આમ તો વાંદો નહોતો પણ કોઈક વાર કરણ ફોન કરીને હાર ડિનરનો પ્લાન બનાવે તો એ બંને સાથે મોડાં આવતાં અને રશ્મિબેનને એ ગમતું નહોતું. એટલે જેવું વર્તન એણની સાથે થયું હતું તેવું જ એ વહુ સાથે કરતાં. સીધી રીતે નહીં તો સંભળાવીને એ રૂપલને ઠપકો જરૂર આપતાં હતાં.

આ બધું જોઈને એણની પડોશમાં રહેતી એમની બહેનપણી દશાબેન ખાસ એમની સાથે વાત કરવા આવ્યા હતા. રશ્મિબહેને કહ્યું , જુઅઓ. આમ અમારા ઘરના ઝઘડામાં પડવાનું તમારું કામ નથી. રશ્મિબહેને સંભાળો. મારી વહુને કેળવવાનું કામ મારું છે, અત્યારે એની શીખવાની ઉંમર છે અત્યારથી નહીં શીખે તોક્યારે શીખશે? બીજું, મારી સાસુએ મારી સાથે જ વર્તન કર્યું છે એમાંનું પચાસ ટકા વર્તન પણ હું રૂપલ સાથે નથી કરતી. હું માનું છું કે જમાનો બદલાયો છે પરંતુ વહુની પણ થોડી ફરજ બને છે કે નહીં?

‘વાત શીખવાની નથી, એ તમને પણ ખબર છે કે તમે માત્ર એને શીખવવા માટે ઠપકો નથી આપતાં પણ તમારે એના પર તમારી ધાક જમાવવી છે. સાબિત કરવું છે કે રૂપલે તમે કહો તેમજ કરવું પડશે. નોકરી ઉપરાંત ઘરનું કામ પણ સંભાળવું પડશે અને આ વાત બરાબર નથી. તમે શીખવાના હેતુથી રૂપલ સાથે આ પ્રકારનું વર્તન કરતાં હોત તો રશ્મિબહેન હું તમારી સાથે આ અંગે વાત કરવા આવી જ ન હોત. તમે કરણને નથી કહેતાં કે નોકરીથી આવી તારે રસોઈ કરવી પડશે તો રૂપલને શું કામ?’

‘અરે, પણ રૂપલ સ્ત્રી થઈને ઘરનાં કામ નહીં કરે તો કોણ કરશે? રૂપલ કરણ પાસે કામ કરાવશે તો? લોકો શું કહેશે?’ તમે જ કાલે ઉઠીને આવશે ફરીથી મને કહેવા માટે.
‘ના, હવે જમાનો બદલાયો છે.

પહેલાં તો બાળકો યુવાન થાય પછી એમની સાથે આ રીતે વાત ન કરવી જોઈએ. બીજુ, તમારે કરણ અને રૂપલને સરખાં ગણવાં જોઈએ. થોડી સગવડ બંનેને આપવી જોઈએ અને થોડું કામ બંને પાસે કરાવવું જોઈએ અને ખાસ તો, કોઈને માઠું લાગી જાય એવા શબ્દો તો જ ન જ કહેવા જોઈએ…’

પેરેન્ટિંગ માત્ર નાનાં બાળકોનાં મા બાપે શીખવાની વાત નથી રહી. અત્યારે જમાનો બદલાયે છે એટલે આપણે પેરેન્ટ્‌સ તરીકે દીકરા, દીકરી અને વહુમાં બેલેન્સ કરીને ચાલવું પડશે. આજકાલ બાળકો લગ્નની ઉંમર સુધી ભણવામાં અને કારકિર્દીમાં વ્યસ્ત રહે છે એટલે ઘરનાં કામ શીકવાનાં ચૂકી જાય છે.

દીકરો તો પોતાના ઘરે હોય છે પણ દીકરી સાસરે જાય પછી એણે થોડું ઘણું ઘરનુંકામ તો કરવું પડે. ખરેખર તો દીકરા-દીકરી બંનેને માબાપે રોજિંદી જીવન આત્મનિર્ભર થઈ જીવી શકે એવું માર્ગદર્શન તો આપવું જોઈએ. દીકરો વહુને કામમાં મદદ કરાવે એવું વાતાવરણ મા બાપે જ ઘરમાં ઉભું કરવું પડે. બીજું આજકાલ ભણતર પૂર્ણ કરીને કરિયર સેટ કરવાના ચક્કરમાં દીકરીઓને તમામ ઘરકામ શીખવાનો સમય રહેતો નથી. એમાં લગ્ન થઈ જાય એટલે લગ્ન કરીને આવેલી વહુને બધુ આવડે એ જરૂરી નથી.

કેટલીક વખત વહુ શીખી ન હોય અને ઘરનાં કામમાંપાછળ પડે તો એને કેવી રીતે સમજાવવું એ પણ પેરેન્ટિંગનો એક ભાગ થઈ ચૂક્યો છે અને એ માટે વહુ પોતાના ઘરનો મહત્વનો અંશ છે એ સ્વીકારીને એનું અપમાન ન થાય એ રીતે એને કેળવવી જરૂરી છે અને એટલી જ જરૂરી બીજી વાત એ પણ છે કે દીકરો-દીકરી કે વહુ એવું ન માની લે કે પોતે બહાર કામ કરે છે એટલે ઘરનાંકામ મા બાપ જ કરશે. અલબત્ત, શખ્ય એટલી મદદ જરૂર કરવી પણ એમને એટલા પરોપજીવી ન બનાવી દેવા કે જેથી ભવિષ્યમાં એમને તકલીફ પડે. જવાબદાર સંતાનો એ યોગ્ય પેરેન્ટિંગનું જ મીઠું ફળ હોય છે. એ વાત માતા-પિતાન્એ પણ સમજવાની જરૂર છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.