Western Times News

Gujarati News

ઓનલાઈન ગેમ રમનાર વ્યસની ન બને તે માટે સરકાર ગાઈડલાઈન બહાર પાડશે

આ ગાઈડલાઈન તૈયાર કરતી વખતે ખાસ કરીને યુઝર સેફટી, વેરિફીકેશન કે કેવાયસી અને વેલિડેશનને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.

ગેમ રમવા માટે પૈસાની સીમા નિશ્ચીત કરાશે, રમનાર તેનો વ્યસની ન બને, યુઝર સેફટી સહિતની બાબતો ગાઈડલાઈનમાં સમાવાશે

નવી દિલ્હી, ઓનલાઈન ગેમીંગને લઈને ટુંક સમયમાં જ સરકાર ગાઈડ લાઈન જાહેર કરશે. આ ગાઈડ લાઈન ડીઝીટલ મીડિયા એથિકસ પર આધારીત હશે. આ ગાઈડલાઈન તૈયાર કરતી વખતે ખાસ કરીને યુઝર સેફટી, વેરિફીકેશન કે કેવાયસી અને વેલિડેશનને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. Guidelines for online gaming aimed at ensuring open, safe internet space

2017માં ભારત ડીઝીટલ શિખર સંમેલન (આઈડીએસ 2023)માં ગેમીંગ 2.0 રેગ્યુલેશન, પોલીસી અને ગર્વનેસ વિષય પર આયોજીત ગોષ્ઠિમાં મિનિસ્ટ્રી ઓફ ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજીનાં વરિષ્ઠ ડાયરેકટર રાકેશ મહેશ્વરીએ કહી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક બહેતર ગાઈડ લાઈન તૈયાર કરવા માટે નિયમીત રીતે બધા સ્ટોક હોલ્ડર્સ પાસેથી સૂચનો લેવામાં આવી રહ્યા છે.

એ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે એવી ગેમ બનાવવામાં આવે જે લોકો પોતાની સ્કીલથી જીતી શકે નહિં, કે નસીબથી સાથે સાથે એ પણ ધ્યાનમાં રખાયું છે કે કોઈપણ ગેમ રમવાથી લોકો તેના વ્યસની ન બની જાય. સાથે સાથે ગેમમાં રમવામાં પૈસાની સીમા પણ નિશ્ચીત કરવામાં આવશે.અહી ઈન્ડસ્ટ્રીઝનાં સેલ્ફ રેગ્યુલેશનની પણ મહત્વની ભૂમિકા રહેશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.