#Gujarat માં કોરોના સંક્રમિત દર્દીઓ માટે 2200 બેડની હોસ્પિટલ તૈયાર
અમદાવાદ, શનિવાર, સમગ્ર વિશ્વને કોરોના વાયરસે ભરડો લીધો છે. ચીનના વુહના શહેરથી વાયરસ ફેલાવાની શરૂઆત થઈ હતી. જો કે હજુ સુધી તે કેવી રીતે ફેલાયો તેની સચોટ માહિતી મળી નથી. જયારે વુહાનમાં વાયરસથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધવા લાગી ત્યારે ચીને 1000 બેડની હોસ્પિટલ 10 દિવસમાં તૈયાર કરી દીધી હતી.
#Gujarat માં કોરોના સંક્રમિત દર્દીઓ માટે 2200 બેડની હોસ્પિટલ તૈયાર જેમાં #Ahmedabad માં સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી 1200 બેડની કાર્યરત કોરોના વાઈરસના પોઝિટીવ કેસની સારવાર માટે ઇન્ફેકશન આઇસોલેશન આ જવાબદારી મહેસૂલ અધિક મુખ્ય સચિવ પી. કુમારને સોંપાઈ હતી.
કોરોના વાયરસના પ્રથમ 1 લાખ દર્દી 67 દિવસમાં થયા હતા. ત્યારબાદ ખુબજ ઝડપથી આ આંકડો વધી ગયો હતો. આજે કોરોના વાયરસના કારણે 6 લાખથી વધુ લોકો પ્રભાવીત થયા છે. અને સમગ્ર વિશ્વમાં 27450 લોકો મોતને ભેટયા છે. અમેરિકામાં 1 લાખ લોકો કોરોનાગ્રસ્ત થયા છે. અને 1700થી વધુ લોકો મોતને ભેટયા છે. જયારે ઈટાલીમાં 86500, સ્પેઈનમાં 65700 લોકો, જર્મનીમાં 53112, ફાંસમાં 33400 અને ઈરાનમાં 32000 લોકો પ્રભાવિત થયા છે.
ઈટાલીમાં એક જ દિવસમાં 917 લોકો મોતને ભેટયા છે.