Western Times News

Gujarati News

ગુજરાતમાં અત્યાર સુધીમાં આશરે ૭૦ લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું

સૌથી વધુ ૨૩ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર

ગત વર્ષની સરખામણીએ ૨.૫ લાખ હેકટરના વધારા સાથે  મગફળીનું ૧૮.૮૦ લાખ હેક્ટરમાં વાવેતરકુલ તેલીબીયા પાકોનું ૨૨.૯૦ લાખ હેકટરમાં વાવેતર

કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યમાં વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કેસૌરાષ્ટ્રકચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૦ ટકાથી વધુ નોંધાયો છે.

રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશેતેવી મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી.

કૃષિ મંત્રીશ્રીએ ચાલુ ખરીફ સિઝન દરમિયાન ૩૧ જુલાઈ સુધીમાં થયેલા વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કેરાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખરીફ પાકોનું સારું વાવેતર જોવા મળ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે ૭૦ લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે.

ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ૭૪ લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું હતું. છેલ્લા ૩ વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં કુલ ૮૫ લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યારસુધીમાં ૮૧ ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.

મંત્રી શ્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કેકપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છેઅને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં કપાસનું સૌથી વધારે વાવેતર થાય છે. આ વર્ષે પણ રાજ્યમાં અત્યારસુધીમાં સૌથી વધુ આશરે ૨૩ લાખ હેક્ટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું હતું કેકપાસ બાદ રાજ્યમાં સૌથી વધુ તેલીબીયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૨૨.૯૦ લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર થયું છેજે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ૨૧.૮૦ લાખ હેક્ટર હતું. ગત વર્ષની સરખામણીએ તેલીબીયા પાકોના વાવેતર વિસ્તારમાં ૧ લાખ હેકટરનો વધારો થયો છે.

રાજ્યના મુખ્ય તેલીબીયા પાક એવા મગફળીનું પણ રાજ્યમાં પુષ્કળ વાવેતર થયું છે. રાજ્યમાં ગત વર્ષે મગફળી પાકનું આ સમયગાળા દરમિયાન આશરે ૧૬ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતુંજેની સામે આ વર્ષે અત્યર સુધીમાં આશરે ૨.૫ લાખ હેકટરના વધારા સાથે ૧૮.૮૦ લાખ હેકટરથી વધુ જમીનમાં મગફળીનું વાવેતર થયું છે.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સમયસર વરસાદ આવતા ખેડૂતોએ કપાસમગફળીએરંડાતલસોયાબીનડાંગરજુવાર સહિતના ખરીફ પાકોનું વાવેતર શરુ કરી દીધું છે. રાજ્યમાં આ વર્ષે પણ ખરીફ પાકોનું વાવેતર ખૂબ જ સારા પ્રમાણમાં થયું છે. ખરીફ પાકોના વાવેતરમાં હજુ પણ વેગ આવવા સાથે વિસ્તારમાં પણ વધારો આવવાની પૂરતી સંભાવનાઓ છેતેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.