AAP ના સારથી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતના મુખ્યમંત્રી કોણ હશે?!
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધર્મયુદ્ધમાં ભાજપના રથના સારથી નરેન્દ્રભાઈ મોદી, કોંગ્રેસના સારથી અશોકભાઈ ગહેલોત AAP ના સારથી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતના મુખ્યમંત્રી કોણ હશે?! નામ જાહેર કરાશે?!
તસવીર ગુજરાત વિધાનસભાની છે જ્યારે ડાબી બાજુની ઇન્સેટ તસવીર ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલની છે તેઓ ભાજપના પેજ પ્રમુખ અને કાર્યકર્તાઓ વચ્ચે ચુટણીલક્ષી રણનીતિ ઘડવામાં પણ માહિર છે. બીજી તરફ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર એ કોંગ્રેસ વિચારધારા ને વરેલા વફાદાર સેનાપતિ છે,
તો તેઓ વિધાનસભા થી સંસદ સુધી પહોંચેલા શ્રી જગદીશભાઈ ઠાકોર પાસે નેતૃત્વ અને ચૂંટણીલક્ષી બહોળો અનુભવ છે! પરંતુ કોંગ્રેસને જીતાડવી હશે તો એક પણ નબળી સીટને પણ નજર અંદાજ કરવી જાેઈએ નહીં! કાર્યકરો કોંગ્રેસ માટે ધર્મયુદ્ધની તાકાત લગાવી લડશે, દરેક બુથ મેનેજમેન્ટ પર ધ્યાન આપશે,
મતદાન કરાવશે અને ગુજરાતમાં મુખ્યમંત્રી પદ ના પ્રતિભાશાળી ઉમેદવાર જાહેર કરી ચૂંટણીલક્ષી ધર્મ યુદ્ધ લડશે તો રસપ્રદ પરીણામ સર્જી શકાશે! ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
‘મારી સફળતાનો મંત્ર છે યોગ્ય સમયે યોગ્ય ર્નિણય લો’ – શેલ્ડન એડલ્સન
અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ શેલ્ડન એડલ્સને કહ્યું છે કે “મારી સફળતાનો મંત્ર છે યોગ્ય સમયે યોગ્ય ર્નિણય લો”!! અમેરિકા ના પ્રમુખ જાેન એફ.કેનેડીએ કહ્યું છે કે “અસરકાર સરકારનો આધાર પ્રજામાં રહેલો વિશ્વાસ છે જ્યારે નૈતિકતાના ધોરણો ડગીમગી જાય ત્યારે એ ખતરામાં આવી પડે છે”!!
આજનું રાજકારણ એ સિદ્ધાંત કે મૂલ્યો કે આદર્શો માટે ખેલાતો ચૂંટણી જંગ નથી પરંતુ ફક્ત સત્તા માટે સત્તા ટકાવી રાખવા માટેનો ચૂંટણી જંગ છે! સેવા નહીં અને નૈતિકતા નહીં સત્તા માટે રાજકીય સ્પર્ધા શરૂ થઈ હોવાની માન્યતા વચ્ચે ૨૦૨૨ ની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ૨૦૨૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોણ જીતશે?!
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાજપને વિજયની વરમાળા પહેરાવશે એ ભાજપના નેતાઓમાં મોટો આશાવાદ!
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે “શાંતિથી કરેલું કામ ક્યારેય નિરાશ કરતુ નથી બલ્કે સંતોષ આપે છે”!! ગુજરાતના મુખ્યમંત્રી પદ પર થી ભારતના વડાપ્રધાન પદ સુધી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી રાજકીય યાત્રાએ તેમના વિકાસની રાજનીતિના વ્યુહાત્મક પ્રચારને આભારી છે!
અને માટે ભાજપના નેતા અને ગુજરાતના નેતાઓ તથા ગુજરાતના કાર્યકર્તાઓને ૨૦૨૨ ની ચૂંટણી માટેનો મોટો આશાવાદ શ્રી નરેન્દ્રભાઈ મોદી છે ગુજરાતમાં ભાજપનું એક ચક્રી શાસન ટકાવી રાખવા માટે શ્રી નરેન્દ્રભાઈ મોદી વ્યુહાત્મક ચિંતનમાં લાગી ગયા છે અને ટૂંક સમયમાં ચૂંટણી જીતવા માટે એક પછી એક રાજકીય વિકાસના પત્તા ઉતારવામાં આવશે એવું જણાય છે!
ગુજરાત કોંગ્રેસ ચૂંટણી માં સિદ્ધાંતો સાથે રાજસ્થાન સરકારના સફળ મોડલના સર્જક શ્રી અશોકભાઈ ગેહલોત ને ઉતારશે!?!
ઇઝરાયેલ ના સ્થાપક અને પ્રથમ વડાપ્રધાન ડેવિડ બેન ગુરીયને કહ્યું છે કે “તમે ઇતિહાસને બદલી ન શકો એવું માનનારાઓએ ક્યારેય પોતાની ડાયરી લખવાનો એ પ્રયાસ કર્યો હોતો નથી”!! ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ૨૦૨૨ ની ચૂંટણી માટે તડામાર તૈયારીનો આરંભ કર્યો છે
અને ભાજપને કાંટાની ટક્કર આપવા માટેનું નેતૃત્વ રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોકભાઈ ગેહલોત ને સોંપે છે! તેમની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોરે કોંગ્રેસમાં નવી ચેતના ઉભી કરવા કમર કસી
અને કોંગ્રેસે ૧૨૫ સીટો જીતવાનો ટાર્ગેટ મુક્યો તેમની મૂળ લડાઈ સિદ્ધાંતિક વિચારધારા ની રાજનીતિ અને ગુજરાતમાં વકરેલી મોંઘવારી બેકારી ગરીબી ભ્રષ્ટાચાર અને અનૈતિકતા અને ગુનાખોરી સામે પ્રજાને રક્ષણ આપવાની પ્રચાર નીતિ તૈયાર થઈ હોવાનું મનાય છે આ સંજાેગોમાં કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે મુખ્યમંત્રી પદના ઉમેદવાર ની જ્ઞાતિવાદી ધોરણે નહીં પણ પ્રતિષ્ઠા ના ધોરણે નક્કી કરવાની જરૂર છે! કોંગ્રેસ હંમેશા બુથ મેનેજમેન્ટમાં નબળો દેખાવ કરે છે તે સુધારવાની જરૂર છે એવું જણાય છે!
આમ આદમી પક્ષના શ્રી અરવિંદ કેજરીવાલ રેવડી કલ્ચરથી ચૂંટણીરૂપી વેતરણી પાર કરી શકશે?!
મહાત્મા ગાંધીએ કહ્યું છે કે “નેતા જ્યારે પોતાના અંતરઆત્માના અવાજની વિરુદ્ધ વર્તે ત્યારે બિન ઉપયોગી બની જાય છે”!! આજકાલ રાજકીય નૈતિકતાનું અમૂલ્યન થયું છે અને મતદારોને પ્રલોભન આપીને રાજનીતિ શરૂ થઈ છે જેનો સૌથી વધુ ઉપયોગ હાલ શ્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પક્ષ કરી રહ્યો છે!
ગુજરાતની મહિલાઓ દારૂબંધીની તરફેણમાં છે ત્યારે આમ આદમી પાર્ટી દારૂના વેપારનો ખાનગીકરણ કરી રહ્યું છે! ગુજરાતનો મતદાર લાલચુ નથી ત્યારે આમ આદમી પક્ષે રેવડી કલ્ચરથી ચૂંટણીરૂપી વેતરણી પાર કરી સત્તા પર આવી શકશે?!