જળધોધની મઝા ગુજરાતમાં લેવી હોય તો પહોંચી જાવ આ સ્થળે

અખૂટ કુદરતી સૌંદર્ય ધરાવતા ડાંગ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા જ અંહીની પ્રકૃતિએ નવા કલેવર ધારણ કરી લીધા છે. લીલી ચાદર ઓઢીને નવપલ્લવિત થયેલી વનરાજી નજરને ઠંડક આપવા સાથે જેહનને પણ શાંતતા પ્રદાન કરી રહી છે.
આહવા નગરના બન્ને છેડે આવેલા ‘શિવઘાટ’ અને ‘યોગેશ્વર ઘાટ’ ના જળધોધ જાણે કે શિવજી અને શિવમંદિર ઉપર અભિષેક કરી રહ્યા હોય તેમ ર્નિમળ જળ પ્રપાત વહાવી રહ્યા છે. સહેલાણીઓ અને પ્રકૃતિપ્રેમીઓ કુદરતના આ અણમોલ નજારાને માણવા ડાંગ તરફ દોટ મુકી રહ્યા છે.