ગુજરાતમાં ગરીબોનું રેશનીંગનું અનાજ ગાડીવાળા ખાઈ જાય છે?

AI Image
વડિયામાં ગેરકાયદે સરકારી અનાજનો જથ્થો ભરી લઈ જતા કારચાલકની ધરપકડ -૪૧૧ કિલો ઘઉં અને ૭૪ કિલો ચોખાનો જથ્થો કબ્જે
વડિયા, દેશમાં કોરોના કાળથી જરૂરીયાતમંદ લોકોને સસ્તા અનાજની દુકાનોમાંથી મફતમાં અનાજ આપવામાં આવે છે. જોકે હાલમાં ગરીબ લોકોને આપવામાં આવતો સરકારી અનાજનો માલ ઘણા લોકો બારોબાર વેચી નાંખતા હોય છે
આવા જ એક બનાવમાં વડિયા પુરવઠા મામલતદારની ટીમે સરકારી અનાજનો જથ્થો કારમાં ભરી લઈ જતા શખ્સને ઝડપી લઈ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ વડિયાના ઢોળવા નાકા વિસ્તારમાંથી ઈકો કારમાં અનાજનો જથ્થો પસાર થવાની બાતમી મળતા ઈન્ચાર્જ પુરવઠા મામલતદાર કુલદીપસિંહ સિંધવ અને ટીમ દ્વારા વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી ઈકો કારને અટકાવી તપાસ કરતા કારમાંથી ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવતા
કાર ચાલક રફીક ભીખુભાઈ વાડુકડા પાસે તેનું બિલ માંગતા અને આ જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાનો છે તેની પુછપરછ કરવામાં આવતા કોઈ જવાબ આપી શક્યો ન હતો જેથી ૪૧૧ કિલો ઘઉં અને ૭૪ કિલો ચખા અને વજન કાટો સહીતનો માલસામાન કબજે કરી ચાલકને વડિયા પોલીસને સોંપી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.