ગુજરાત ATSએ કરી સૌથી મોટા ડ્રગ્સ માફિયા વસીમ દાઢીની ધરપકડ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં પણ એમડી ડ્રગ્સનું વેચાણ કરતા પેડલર્સની બાતમી ક્રાઈમ બ્રાન્ચ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની એજન્સી અને પોલીસ ડિપાર્ટમેન્ટને આપનારો બાતમીદાર સૌથી મોટો ડ્રગ્સ માફિયા હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. Gujarat ATS arrests biggest drug mafia Wasim Dadhi
ડ્રગ્સનો ધંધો કરતી નાની નાની માછલીઓને જેલના હવાલે કરી અત્યાર સુધી છટકી જનારો વસીમ દાઢી એમડી ડ્રગ્સનો સૌથી મોટો સોદાગર હોવાનો ઘટસ્ફોટ ગુજરાત એટીએસની ટીમે કર્યો છે. વસીમ દાઢીની ધરપકડ બાદ અમદાવાદમાં એમડી ડ્રગ્સના ધંધાને એક હદ સુધી રોકવામાં ગુજરાત એટીએસની ટીમને સફળતા મળી છે. થોડા દિવસ પહેલાં લાલ દરવાજાથી ઝડપાયેલા ર૭ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સમાં પણ વસીમ દાઢીનો હાથ હોવાનું ખુલ્યું છે. જ્યારે ભોપાલમાં ગુજરાત એટીએસ અને નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોએ થોડા મહિના પહેલાં ઝડપેલા હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે પણ વસીમ દાઢીની સંડોવણી ખૂલી છે.
જો અમદાવાદના વીકી ગોસ્વામી બનવું હોય તો પહેલાં એમડી ડ્રગ્સનો ધંધો કરતા નાના નાના પેડલર્સને જેલમાં મોકલવા જરૂરી છે. આ વિચાર રાખીને વસીમ શેખ ઉર્ફે વસીમ દાઢી પહેલાં પોલીસનો બાતમીદાર બન્યો. એક પછી એક ડ્રગ્સની સિન્ડિકેટને પોલીસના હાથે ઝડપાવી દીધી.
ત્યારબાદ તેણે પોતાનો અસલી ખેલ શરૂ કર્યો. વસીમ દાઢી પોલીસનો સૌથી મોટો બાતમીદાર બની ગયો અને તેણે એમડી ડ્રગ્સનો કારોબાર કરતા નાના-મોટા ગુનેગારોને પકડાવી દીધા.
પોલીસ ક્રેડિટ લેવાની લાયમાં વસીમ દાઢીના ઈશારે એક પછી એક કેસ કરતી ગઈ પરંતુ વસીમની નાપાક ઈરાદાઓથી તે અજાણ હતી. વસીમ દાઢી ડ્રગ્સ માફિયાઓનો સફાયો કરીને પોતાનો રસ્તો ક્લિયર કરી રહ્યો હતો. થોડા સમય પહેલાં ગુજરાત એટીએસની ટીમે નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો સાથે મળીને ભોપાલમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
જેમાં ડ્રગ્સના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો. આ ડ્રગ્સ કાંડના તાર છેક અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ભોપાલની ફેકટરીમાં ધરપકડ કરાયેલા ડ્રગ્સ માફિયાઓના મોબાઈલમાંથી વસીમ દાઢીનો નંબર મળી આવતાં પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ગુજરાત એટીએસ અને નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો દ્વારા સંયુક્ત રીતે મધ્યપ્રદેશના ભોપાલના બગરોડા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે મેન્યુફેકચરિંગ યુનિટની આડમાં ચાલતી ફેકટરીમાં રેડ કરી હતી
જેમાંથી ૧૮૧૪ કરોડની કિંમતનું ૯૦૭ કિલો એમડી ડ્રગ્સનું મટિરિયલ તથા સાધનો કબજે કરવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા છ મહિનાથી મોર્ડન પ્લાન્ટ બનાવવામાં આવ્યા હતા અને તેમાં રોજ રપ કિલો ડ્રગ્સનું પ્રોડકશન કરતા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસ દ્વારા અત્યારસુધી પકડવામાં આવેલી ગેરકાયદે ફેકટરીઓ પૈકી આ અત્યાર સુધીની સૌથી મોટી ફેકટરી કહેવાય છે.
ગુજરાત એટીએસની ટીમ દ્વારા દોઢ મહિનાથી જગ્યા પર વોચ રાખવામાં આવી રહી હતી જ્યારે બાતમી ચોક્કસ થઈ ત્યારે દિલ્હી એનસીબીનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ સંયુક્ત રીતે ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો. આ રેડ દરમિયાન ભાડાના શેડમાંથી ૯૦૭ કિલો એમડી ડ્રગ્સનો સોલિડ તથા લિÂક્વડ જથ્થો મળી આવ્યો હતો.
આ ઉપરાંત પ૦૦૦ કિલો રો-મટિરિયલ અને એમડી ડ્રગ્સના ઉત્પાદન માટે ઉપયોગમાં લીધેલા ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ, હીટર સહિતના સાધનો પણ મળી આવ્યા હતા. આ રેડ દરમિયાન અમિત અમિત ચતુર્વેદી જે ભોપાલનો રહેવાસી છે તથા સન્યાલ પ્રકાશ બાને જે નાસિક મહારાષ્ટ્રનો રહેવાસી છે તેની ધરપકડ કરવામાં આવી છે.