“વાવ”માં ભાજપનો વટ પડ્યોઃ સ્વરુપજી ઠાકોર જીત્યા
વાવની પેટા ચૂંટણીના પરિણામો 15મા રાઉન્ડ બાદ કોંગ્રેસની લીડ ઘટવાનું શરૂ થઇ ગયું હતું. ત્યારબાદ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત સતત પાછળ ધકેલાતા ગયા હતા.
અમદાવાદ, ગુજરાતના વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ આજે શનિવારના રોજ જાહેર થયું હતું. ભાજપના સ્વરુપજી ઠાકોરની 2436 મતની લીડથી જીત થઇ છે. BJPના સ્વરૂપજી ઠાકોરને 92129 વોટ મળ્યા હતા અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 89639 વોટ મળ્યા હતા.
આમ ભારે રસાકસી બાદ ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. જયારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27183 વોટ મળ્યા હતા. હરીજન વિક્રમભાઈને 2038, ચેતન ઓઝાને 161, લક્ષ્મીબેન ઠાકોરને 858, મનોજભાઈ પરમારને 842, જયેન્દ્ર રાઠોડને 652, મધુ નીરૂપાબેન નટવરલાલને 475, મંજુલાબેન રાઠોડને 472 અને નોટાને 3358 વોટ મળ્યા હતા.
LIVE: વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત સંદર્ભે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીનું પત્રકાર પરિષદને સંબોધન. https://t.co/fDCo6AYrfY
— BJP Gujarat (@BJP4Gujarat) November 23, 2024
આમ 7 ઉમેદવારોને નોટા કરતાં પણ ઓછા મત મળ્યા હતા. પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરુપજી ઠાકોરે જીત મેળવી છે. છેલ્લે 24 રાઉન્ડ પૂરાં થતાં ભાજપના ઉમેદવાર જીતી ગયા હતા.
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ સહિત 10 ઉમેધ્વારો મેદાનમાં હતાં. જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના ઉમેદવાર માવજી પટેલ વય્યે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. જેમાં છેલ્લી ઘડીએ બાજી પલટાતા ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત હાંસલ કરી છે.
ભાજપના ઉમેધ્વાર સ્વરૂપજી ઠાકોરે 2353થી મતથી વિજય હાંસલ કર્યો છે. તેમની જીત સાથે જ ભાજપ છાવણી અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ છાવણીમાં સન્નાટો પ્રસરી ગયો છે.
વાવની પેટા ચૂંટણીના પરિણામો 15મા રાઉન્ડ બાદ કોંગ્રેસની લીડ ઘટવાનું શરૂ થઇ ગયું હતું. ત્યારબાદ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત સતત પાછળ ધકેલાતા ગયા હતા. અંતિમ બે રાઉન્ડની ગણતરી બાદ પાતળી સરસાઇથી ભાજપે જીત મેળવી લીધી હતી. 7 વર્ષના બાદ ભાજપે જીતનો લાભ મળ્યો છે. જ્યારે ગેનીબેનનો જાદૂ ચાલ્યો નહિં.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરિયા, કુંવરજી બાવળિયા ઉપરાંત બચુ ખાબડને વાવ બેઠકની ચૂંટણીની જવાબદારી સોંપી હતી. વાવ બેઠક જીતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. તો બીજી તરફ ભાજપના માવજીભાઇ પટેલની નારાજગી ભારે પડી શકે એમ હોવાથી ભાજપે પાણી પહેલા પાળ બાંધી લીધી હતી. પ્રચાર અભિયાનમાં જરાય કચાસ રાખી ન હતી.