ગુજરાત બાર કાઉન્સિલમાં ગાંધી-સરદાર અને જસ્ટીસ જે. બી. પારડીવાલા જેવા સભ્યોની જરૂર?!
શું કોર્ટમાં વકીલાત કરતા જોવા નથી મળતા એવા વકીલો ભાડા-ભથ્થાં લેવા અઢળક ખર્ચ કરી બાર કાઉન્સિલમાં ચૂંટાય છે ?! એ આક્ષેપ શું સાચો છે ?! કે અફવા છે ?!
ગુજરાત બાર કાઉન્સિલે સનદ લેવા માટે નકલી સર્ટિર્ફિકેટ રજૂ કરનારાને પકડી પાડી ફોજદારી કાર્યવાહી કરવા મજુબત નિર્ણય કર્યાે પણ ગુજરાત બાર કાઉન્સિલમાં ગાંધી અને સરદાર પટેલ અને જસ્ટીસ જે. બી. પારડીવાલા જેવા સભ્યોની જરૂર છે એ માટે ચેરમેન જે. જે. પટેલ વિચારશે ?!
તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલની છે ! આ વકીલોની માતૃ સંસ્થા છે ! અને સ્ટેચ્યુટરી બોડી છે ! બાર કાઉન્સિલમાં જે વકીલો ચૂંટાય છે તેમની ગુણવત્તા જુઓ અને સરદાર વલ્લભભાઈ પટેલની ગુણવત્તા જુઓ ?! સરદાર વલ્લભભાઈ પટેલ પત્ની મૃત્યુના સમાચાર આવ્યા પણ સાંજ સુધી દલીલ કરી પછી ગયા ! “અસીલને ન્યાય અપાવ્યો” ! આજે બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા જુઓ કહેવાય છે કેટલાક સક્ષમ વકીલો ચૂંટાય છે ?
તો કેટલાક જુનીયર્સ વકીલોને ચૂંટણી પ્રચારમાં દોડાવી ચૂંટાય છે?! ચૂંટણી જીતવા પ્રચારમાં કથિત રીતે અઢળક નાણાંકીય ખર્ચ કરે છે ! પછી ચૂંટાયા પછી ગુજરાત બાર કાઉન્સિલમાં ભાડા-ભથ્થાં લે છે ! કારણ કે કેટલાક તો કોર્ટમાં ભાગ્યે જ દલીલો કરતા જોવા મળે છે ! આસીસ્ટનો જ કેસ લડે છે ને મોટી ફી પોતે લઈ લે છે ?! ગુજરાતમાં નકલી કચેરીઓ પકડાય છે ?! ગુજરાતમાં નકલી પેલીસ અધિકારીઓ ?!
શું ભૂતકાળમાં એક ગુજરાત બાર કાઉન્સિલના સભ્યની કથિત ગેરરિતી માટે તપાસ કમિટી રચાઈ હતી ! અને ફીડલુ વળી ગયું ?! તો તપાસ કોની સામે થઈ હતી ?! જેમાં પૂર્વ ચેરમેન કે. જે. શેઠનાએ રસ લીધો હતો એવું કહેવાય છે ?!
નકલી અન્ય તપાસ એજન્સીઓના અધિકારી પકડાય છે ?! ગુજરાતમાં નકલી ‘ઘી’ મળે છે ?! ખાદ્ય પદાર્થાે મળે છે ?! દરેક પોતાના આત્માને પુછે કે શું નકલી નથી મળતું ??????! અને હવે ગુજરત બાર કાઉÂન્સલે બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલના નેતૃત્વ હેઠળ કામ કરતી ગુજરાત બાર કાઉÂન્સલે ૫૧ નકલી માર્કશીટ પકડી પાડીને વકીલાતના વ્યવસાયને બચાવવા પ્રયત્નો કર્યા છે
અને આવા મુદ્દાને શ્રી જે. જે. પટેલ ગંભીરતાથી લઈને શહેર પોલીસ કમિશ્નર અને ડી.આઈ.જી. સમક્ષ ફરિયાદ લઈ જવાનો નિર્ધાર કર્યાે છે ! એ આવકારદાયક છે ! પણ ગુજરાત બાર કાઉન્સિલના સભ્યોની કવોલીટી વધારે સુધરે પીઢ અને નામાંકિત વકીલો ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાય તે માટે પ્રાથમિકતા આપવાની જરૂરિયાત છે ?????! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે, “કાયદા ઘડવા કરતાં કાયદાનો અમલ કરાવવાનું કામ વધારે મહત્વનું છે”!! જયારે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટીસ શ્રી ચિન્મય જાનીએ કહ્યું છે કે, “સત્તા પાછળની દોડ આ દોડમાં સૌથી વધારે ભોગ “સત્ય” નો ન્યાયનો લેવાય છે જે વકીલોને “સત્ય”ના લડવૈયા માની લેવામાં આવે છે એ જ વકીલો “ન્યાય ગંગા”ને પણ પ્રદુષિત કરે છે”!!
ગુજરાત બાર કાઉન્સિલની સનદ લેવા બોગસ માર્કશીટ ઉભી કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરનારા કથિત વકીલો સામે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યાે છે ! એ આવકારદાયક છે ! પરંતુ નોન પ્રેકટીસીંગ લોયરો બાર કાઉન્સિલમાં ન ચૂંટાય એ માટે શું પગલા લેવાશે ?! તેવા સવાલો આગામી ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીને પ્રભાવિત કરે એવી સંભાવના છે !
મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના વકીલો હતાં ! સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાત બાર કાઉન્સિલનું કે વકીલાતના વ્યવસાયનો સત્તાના રાજકારણમાં કયારેય ઉપયોગ કર્યાે નહોતો ! આજે ગુજરાત બાર કાઉન્સિલ રાજકારણથી પ્રભાવિત છે ! ત્યારે એ દેશના બંધારણીય મૂલ્યોનું રક્ષણ કઈ રીતે કરશે ?! બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સામે પણ ઉઠતા સવાલો ?!
ગુજરાતના “વકીલ” મહાત્મા ગાંધી તો “મહાન વિભૂતિ” હતાં ! એક સમયે તેઓ વ્યવસાયે વકીલ હતાં ! તેમણે મુંબઈની સ્મોલકોઝ કોર્ટમાં વકીલાત કરી હતી ! ગાંધીજીએ રાજકોટ જીલ્લા અદાલતમાં અને દક્ષિણ આફ્રિકાની અદાલતોમાં વકીલાતના વ્યવસાયિક અનુભવો મેળવ્યા હતાં ! તેઓ ઈંગ્લેન્ડમાં બેરીસ્ટર થઈને આવેલા !
ગાંધીજી પ્રથમ કેસ સ્મોલકોઝ કોર્ટમાં લડયા હતાં ! તેઓએ આફ્રિકામાં પણ વકીલાત કરી હતી ! પણ કેટલાંક સિધ્ધાંતોને લઈને તેઓએ પાછળથી દેશની “આઝાદી”ની વકીલાત કરીને વકીલાત ક્ષેત્રે સેવાલક્ષી અભિગમને કારણે તેમની વકીલાત સફળ વકીલ તરીકે ન ચાલી ! કારણ કે તેમણે ફકત પૈસા કમાવવા વકીલાત કરેલી નહીં !
સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલે ગુજરાતમાં વકીલાતનો વ્યવસાય કરતાં હતાં ! સરદાર વલ્લભભાઈ પટેલ વર્ષ ૧૯૧૨ માં બેરીસ્ટરની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી હતી ! અને તેમણે અમદાવાદમાં જ વકીલાત શરૂ કરી હતી ! સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ શહેરની ભદ્ર કોર્ટમાં વકીલાત કરતાં હતાં ! તેઓ વકીલ તરીકે એટલા પ્રમાણિક હતાં કે તેઓના પત્નીના મૃત્યુના સમાચાર મળ્યા પણ કોર્ટમાં પોતાની દલીલો પુરી કરી સાંજે કોર્ટમાંથી ગયા !
સરદાર વલ્લભભાઈ પટેલ વકીલાતનો વ્યવસાય રાજકીય હેતુ માટે કર્યાે નહોતો ! પરંતુ તેઓએ પણ “ભારતની આઝાદી” માટે વકીલાત કરી હતી ! વર્ષ ૧૯૨૭ માં બ્રિટીશ સરકારે કરેલા મહેસૂલ વધારા સામે આઠ માસ સુધી સત્યાગ્રહ કરતા બ્રિટીશ સરકારે સમાધાન કર્યુ ! અને લોકો સરદાર વલ્લભાઈને “સરદાર” નું બિરૂદ આપ્યું ! અને આઝાદીના “સરદાર” કહેવાયા ! આવા અને ગુજરાતીઓ આવા સિધ્ધાંતવાદી વકીલો હતાં !
આજે તો વકીલોની વકીલાત ઓછી ચાલે છે કે ચાલતી જ નથી ! એવા ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાય છે ! સત્તાની સોગઠાબાજીમાં કયાં મહાત્મા ગાંધી અને કયાં સરદાર વલ્લભભાઈ પટેલ ને કયાં આજની વકીલાત ?!