ન્યાયાધીશો, વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા બેઠક વ્યવસ્થા ખોરવાઈ ?!
ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરીયમ ખાતે ગુજરાત બાર કાઉÂન્સલની વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનની લોન્ચીંગના કાર્યક્રમમાં ગુજરાત ભરના વકીલો ઉપસ્થિત રહ્યાં !!
અમેરિકાના કાયદાશાસ્ત્રી અલ વોરને કહ્યું છે કે, “સભ્ય સમાજમાં કાયદો નૈતિકતાના સાગરમાં તરતો હોય છે”!! અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે, “ખરાં અને તટસ્થ રહેવું એને ન્યાય કહેવાય, પરંતુ અસત્ય સામે સત્યને ખોળી કાઢીને તેને પકડી રાખવું એ ન્યાય છે”!! ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરીયમ ખાતે ગુજરાત બાર કાઉÂન્સલ અને
ગુજરાત લો-હેરલ્ડના સૌજન્યથી ગુજરાત બાર કાઉÂન્સલની વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનના લોન્ચીંગનો કાર્યક્રમ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલના મુખ્ય મહેમાન પદે યોજાઈ ગયો ! જેમાં કાયદામંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા ગુજરાત સરકારશ્રીના એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી, ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ શ્રી બીરેનભાઈ વૈષ્ણવ, જસ્ટીસ શ્રીમતી વૈભવીબેન નાણાંવટી, જસ્ટીસ શ્રી નિર્જરભાઈ દેસાઈ,
જસ્ટીસ શ્રિ હેમંતભાઈ પ્રચ્છક સહિત અનેક ન્યાયમૂર્તિશ્રીઓ તથા કેટલીક અદાલતોના નયાયધીશો, સીટી સીવીલ અને સેસન્સ કોર્ટના મુખ્ય સરકારી વકીલ શ્રી સુધીરભાઈ બ્રહ્મભટ્ટ, સીટી સીવીલ કોર્ટના વિજયભાઈ શેઠ તથા સીનીયર વકીલ શ્રી હરેશભાઈ શાહ સહિત અનેક વકીલો ઉપસ્થિત હતાં તથા સ્મોલકોઝ કોર્ટ બારના અગ્રણી શ્રીમતી વૈશાલીબેન ભટ્ટ તેમના જુનીયર્સ વકીલોની ટીમ સાથે ઉપસ્થિત રહ્યાં હતાં !
સમગ્ર ગુજરાતભરના બાર એસોસીએશનોના વકીલ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં ! અને વકીલોની સંખ્યા વધી જતાં બેઠક વ્યવસ્થાની પણ સમસ્યા સર્જાઈ હતી ! પરંતુ પાછળથી હલ કરી દેવાઈ હતી ! તસ્વીરમાં વકીલ અગ્રણીઓ ઉપસ્થિત રહેલા દ્રશ્યમાન થાય છે !
જયારે બીજી તસ્વીરમાં મહિલા વકીલોએ બાર કાઉÂન્સલના ચેરમેનશ્રી સાથે તસ્વીર ખેંચાવી હતી ! તેની યાદગાર તસ્વીર છે ! જેમાં વેસ્ટર્ન ટાઈમ્સના માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ પણ શ્રી જે. જે. પટેલ સાથે દ્રશ્યમાન થાય છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)