Western Times News

Gujarati News

ગુજરાત સ્થિત રેહતાન ટીએમટીનો 56 કરોડનો પબ્લિક ઈશ્યૂ 22મી ઓગસ્ટે ખૂલશે

કંપની શેરદીઠ રૂ. 70ના ભાવે રૂ. 10ની ફેસ વેલ્યુ પર 80 લાખ ઈક્વિટી શેર્સ ઈશ્યૂ કરશે, બીએસઈ-એસએમઈ એક્સચેન્જ પર લિસ્ટ કરાવવાની યોજના

પબ્લિક ઈશ્યૂ 22મી ઓગસ્ટથી સબસ્ક્રીપ્શન માટે ખૂલશે અને 25 ઓગસ્ટે બંધ થશે-અરજી માટેની મીનિમમ લોટ સાઈઝ 2,000 શેર્સની છે, મીનિમમ આઈપીઓ એપ્લિકેશન રકમ રૂ. 1.4 લાખ છે

હાલની ઉત્પાદન ક્ષમતા વર્ષે 30,000 એમટીથી વધારીને વર્ષે 45,000 એમટી કરવાની યોજના

અમદાવાદ, ટીએમટી બાર્સ અને રાઉન્ડ બાર્સ સહિત સ્ટ્રક્ચર્ડ સ્ટીલ પ્રોડક્ટ્સના અગ્રણી ઉત્પાદકોમાં સ્થાન ધરાવતી અને ગુજરાત સ્થિત લેશા ગ્રૂપ કંપની, રેહતાન ટીએમટી લિમિટેડનો પબ્લિક ઈશ્યુ 22 ઓગસ્ટના રોજ સબસ્ક્રીપ્શન માટે ખુલી રહ્યો છે. Gujarat based Rhetan TMT’s Rs. 56 crore public issue on BSE SME platform opens for subscription on August 22

Mr.-Shalin-Shah-MD-Rhetan-TMT-

કંપનીને બીએસઈ એસએમઈ એક્સચેન્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઈશ્યૂ લાવવાની મંજૂરી મળી છે. કંપની પ્રારંભિક જાહેર ઓફર દ્વારા રૂ. 56 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.

ઈશ્યૂ થકી એકત્રિત કરેલા ફંડ્સનો ઉપયોગ ગુજરાતના કડી ખાતે વિસ્તરણ યોજનાઓ, કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે થશે. આર્યમન ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ ઇશ્યૂના લીડ મેનેજર છે. પબ્લિક ઈશ્યુ 25 ઓગસ્ટે બંધ થશે.

આ  આઈપીઓમાં શેરદીઠ રૂ. 70 (ઈક્વિટી શેરદીઠ રૂ. 60ના પ્રિમિયમ સહિત)ની કિંમતે રૂ. 10ના એક એવા ફેસ વેલ્યુ ધરાવતા 80 લાખ ઈક્વિટી શેર્સના નવા ઈશ્યૂનો સમાવેશ થાય છે જેની કિંમત રૂ. 56 કરોડ સુધીની છે. અરજી માટે મીનિમમ લોટ સાઈઝ 2,000 શેર્સની છે જેનું મૂલ્ય અરજી દીઠ રૂ. 1.4 લાખ જેટલું છે.

ઈશ્યૂ થકી એકત્રિત કરેલા ફંડ્સનો ઉપયોગ વિસ્તરણ યોજનાઓ અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે થશે. કંપની હાલની ઉત્પાદન ક્ષમતા વર્ષે 30,000 એમટીથી વધારીને વર્ષે 45,000 એમટી કરવાની યોજના ધરાવે છે. કંપનીમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 62.62 ટકા છે. ઈશ્યૂ પછી કંપનીમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 37.88 ટકા રહેશે. કંપનીના શેર્સ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

વિકાસ અંગે ટિપ્પણી કરતા રેહતાન ટીએમટી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શાલિન શાહે જણાવ્યું હતું કે, “મજબૂત ઐતિહાસિક વૃદ્ધિને કારણે અમે અમારી ઉત્પાદન ક્ષમતાને વધુ વિસ્તૃત કરવાનું નક્કી કર્યું છે અને તેથી વિસ્તરણ અને કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે ફંડ એકત્ર કરવાનું નક્કી કર્યું છે.

ઓપરેશનલ મોમેન્ટમ હાંસલ કર્યા બાદ અમે નવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટે સક્ષમ થઈ શકીશું તેનો વિશ્વાસ છે. અમને આશા છે કે સૂચિત પબ્લિક ઈશ્યૂ પછી, અમે અમારી વૃદ્ધિ વ્યૂહરચનાને એવી રીતે અમલમાં મૂકી શકીશું કે જેનાથી ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ આપવા સાથે તમામ હિતધારકો માટે મૂલ્યસર્જન થશે.”

1984માં સ્થપાયેલી રેહતાન ટીએમટી ગુજરાત સ્થિત લેશા ગ્રુપની કંપની છે. વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરી રહેલું આ ગ્રુપ ઓઈલ અને ગેસ, સ્ટીલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ્સ અને કેમિકલ પ્રોડક્ટ્સ સહિતના ક્ષેત્રોમાં વ્યાપારિક હિતો ધરાવે છે. શ્રી શાલિન શાહ અને અશોકા મેટકાસ્ટ લિમિટેડ દ્વારા પ્રમોટેડ રેહતાન ટીએમટી સ્ટીલ રોલિંગ મિલની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.

કંપનીની સ્થાપિત ક્ષમતા વર્ષે 30,000 એમટીની છે અને તે બાંધકામ ઉદ્યોગમાં વપરાતા ટીએમટી બાર્સ અને રાઉન્ડ બાર્સનું ઉત્પાદન કરે છે. કંપનીનો પ્લાન્ટ ગુજરાતના મહેસાણામાં કડી-કલોલ રોડ પર આવેલો છે અને 15,000 સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલો છે. નાણાંકીય વર્ષ 2020થી 2022 દરમિયાન કંપનીએ વેચાણમાં 83 ટકા અને એબિટામાં 167 ટકાનો સીએજીઆર વૃદ્ધિ દર નોંધાવ્યો છે. નાણાંકીય વર્ષ 2022માં કંપનીએ રૂ. 4.59 કરોડની એબિટા પર રૂ. 67 કરોડના વેચાણો તથા રૂ. 2.34 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.