ગુજરાત બોર્ડનું ધોરણ ૧૦નું પરિણામ ૮૨.૫૬% જાહેર
અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું થોડા દિવસ પહેલા પરિણામ જાહેર કરી દેવાયું હતું ત્યારે હવે શનિવારે સવારે બોર્ડની વેબસાઈટ પરથી ધોરણ ૧૦નું પરિણામ જાહેર થઈ ગયું છે.
વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ તેમજ વોટ્સએપ નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ નંબર પર તેમનો બેઠક ક્રમાંક મોકલીને તેમના પરિણામની વિગતો જાણી શકશે. ધોરણ ૧૦નું બોર્ડની પરીક્ષાનું પરિણામ ૮૨.૫૬ ટકા જાહેર થયું છે. ધોરણ ૧૦ના બોર્ડના રિઝલ્ટ જાહેર થતાં આ વખતે પરિણામ ૮૨.૫૬ ટકા જાહેર થયું છે. આ વખતે કુલ ૬,૯૯,૫૯૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
જેમનું પરિણામ ૮૨.૫૬ ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્ર દાલોદ (જિલ્લો અમદાવાદ ગ્રામ્ય) ૧૦૦ ટકા, તલગાજરડા (જિલ્લો ભાવનગર) ૧૦૦ ટકા રહ્યા છે. જ્યારે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર રહ્યો છે જેનું પરિણામ ૮૭.૨૨ ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલલો પોરબંદર જેનું ૭૪.૫૭ ટકા રહ્યું છે.
#WATCH | Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) class 10 results announced. Students of The HB Kapadia New High School in Ahmedabad celebrate their results. pic.twitter.com/Wvn89KuKMn
— ANI (@ANI) May 11, 2024
આ વખતે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની વાત કરીએ તો આ વખતે ૨૦૨૩ની તુલનાએ આવી સ્કૂલોની સંખ્યા વધીને ૧૩૮૯ને આંબી ગઈ છે જે ૨૦૨૩માં ૨૭૨ જ હતી. ૦ ટકા પરિણામ ધરાવતી શાફ્રાઓની સંખ્યા આ વખતે ઘટી છે જે ૭૦ની આજુબાજુ છે.
નોંધનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા ૧૧મી માર્ચથી ૨૬મી માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી સવારે આઠ વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડનું વર્ષ ૨૦૨૩માં ઘોરણ ૧૦નું ૬૪.૬૨ ટકા પરિણામ આવ્યુ હતુ.SS1MS