ViksitGujaratBudget: આરોગ્ય સુખાખારી માટે સરકાર કટિબદ્ધ
રાજ્યમાં P.H.C.અને C.H.C.માટે ૧૦,૦૦૦ ચો.મી.ની જમીન ફાળવવામાં આવે છે:મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં છેવાડાના નાગરિક સુધી આરોગ્ય સુવિધા પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
આરોગ્ય સુખાકારીમાં વધારો થાય અને તમામને નજીકના સ્થળે સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સબ સેન્ટર માટે ૫૦૦ ચો.મીટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર P.H.C. માટે ૧૦.૦૦૦ ચો. મીટર તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર C.H.C.માટે ૧૦,૦૦૦ ચો.મીટર જમીન ફાળવવામાં આવે છે, તેમ વિધાનસભા ગૃહમાં મહેસૂલનો હવાલો ધરાવતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે ધારાસભ્યશ્રી દ્વારા પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા જણાવ્યું હતું.
પેટા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં P.H.C., C.H.C. અને સબ સેન્ટર માટે કુલ ૨૪ અરજીઓ આવી છે. રાજ્યમાં આ પ્રકારના આરોગ્ય કેન્દ્રો બનાવવા માટે ફાળવવામાં આવતી જમીનની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં આવી છે જેથી વધુ સારી- સમયસર આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય તેમ, પણ તેમણે ઉમેર્યું હતું.