Western Times News

Gujarati News

એકસપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં કુલ 1020 કરોડની જોગવાઇ

પ્રતિકાત્મક

Gandhinagar, ઊર્જા સુરક્ષા માટે ૨૦૩૦ સુધીમાં રીન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક વધારીને ૧૦૦ ગીગા વોટથી વધુ કરવાનું આયોજન છે. હાલમાં ૩૭ ગીગાવોટના રીન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ કાર્ય કચ્છ ખાતે પ્રગતિ હેઠળ છે. એનર્જી સ્ટોરેજ અને પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજપત્રમાં વિશેષ જોગવાઇ કરવામાં આવેલ છે.

ગુજરાત ભૂકંપ, ચક્રવાત જેવી કુદરતી આપત્તિઓની શક્યતાઓ ધરાવતું રાજ્ય છે. આપત્તિ વ્યવસ્થાપનને ઝડપી બનાવવાના લક્ષ્ય સાથે સાયકલોન પ્રતિરોધક વીજ માળખું, રસ્તાઓ તથા અન્ય માળખાકીય સુવિધાઓ બનાવવાનું આયોજન છે.

રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈસ્પીડ કોરીડોર તેમજ એકસપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં કુલ ₹૧૦૨૦ કરોડની જોગવાઇ સૂચવું છું. “ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર” પ્રોજેકટ હેઠળ ૧૩૬૭ કિ.મી.ના ૧૨ નવીન હાઇસ્પીડ કોરીડોર વિકસાવવામાં આવશે.

વધુમાં રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને “નમોશક્તિ એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે.

અમદાવાદથી રાજકોટ અને તેનું એક્ષટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક, પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતાં “સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે.

આ ઉપરાંત મહત્વના પ્રવાસન સ્થળોને હવાઇ માર્ગે જોડવાનું આયોજન છે. ભારત સરકારના સહકારથી સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણ તથા દાહોદ ખાતે ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવાનું
આયોજન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.