ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. 59,999 કરોડની જોગવાઇ

પ્રતિકાત્મક
ગુજરાતની શિક્ષણ પદ્ધતિ ૨૧મી સદીની આવશ્યકતાઓ અને વૈશ્વિક બજારની માંગ અનુસાર બદલાઈ રહી છે. ટેકનોલોજી, ઇનોવેશન અને કુશળતા વિકાસ દ્વારા વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગત્યનો ભાગ ભજવશે.
મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે ૨૫ હજારથી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે ₹૨૯૧૪ કરોડની જોગવાઇ. નમો લક્ષ્મી યોજના માટે ₹૧૨૫૦ કરોડની જોગવાઇ.
રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹૭૮૨ કરોડની જોગવાઇ. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે ૨ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ.
એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન માટે ₹૨૨૩ કરોડની જોગવાઇ. જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઑફ એકસલન્સ માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજીત ૨૨ હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે.
મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ અંદાજે ૭૫ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અંદાજે ૯૦ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹૭૦ કરોડની જોગવાઇ.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત અંદાજે ૭૮ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૪૧૦ કરોડની જોગવાઇ.
એલ.ડી.ઈજનેરી કોલેજ-અમદાવાદ ખાતે ડેમોન્સ્ટ્રેટીવ આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબ અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબની સ્થાપના માટે ₹૧૭૫ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના(CMSS) અંતર્ગત ૨૫૦૦ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૩૨ કરોડની જોગવાઇ. વિદ્યાર્થીઓ ગ્રીન એનર્જી, સેમિકન્ડકટર, ફિનટેક, એરોસ્પેસ વગેરે વિષયોમાં કૌશલ્ય વિકાસ થકી આગામી સમયમાં ઉદ્ભવનાર તકનો લાભ મેળવી શકે તે હેતુથી ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (GIT) માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
રાજ્યનો વિદ્યાર્થી વધુ તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ અને સ્પર્ધાત્મક બને તે માટે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q) અંતર્ગત ₹૩૦ કરોડની જોગવાઇ. અમદાવાદના i-Hubની તર્જ પર રાજ્યમાં ૦૪ પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપનાનું આયોજન. i-Hub મારફતે સ્ટાર્ટઅપ્સ-ઇનોવેટર્સને નાણાકીય સહાય માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
શોધ યોજના – (Scheme of Developing High quality research) અંતર્ગત પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
NAAC અને NIRF રેન્કિંગમાં સારા પ્રદર્શન હેતુ પાંચ કાર્યરત સરકારી કોલેજોના વર્ગખંડોને સ્માર્ટ ક્લાસરૂમ બનાવવા માટે ₹૮ કરોડની જોગવાઇ.