Western Times News

Gujarati News

ગુજરાતમાં ખાણીપીણી સાથે સંકળાયેલા વેપારીઓને સ્વચ્છતા- ગુણવત્તાની તાલીમ આપવામાં આવી

હોટલ ,રેસ્ટોરન્ટ ના કિચનમાં અન્ય રાંધવાના અને પીરસવાના સ્થળે સીસીટીવી કેમેરા અવશ્ય લગાવવા જોઈએ.

કામ કરનારા, રાંધનારા પીરસનારા કારીગરોનું આરોગ્ય પરીક્ષણ કરાવવવું જોઈએ,  કેપ,એપ્રોન, હેન્ડગ્લોઝ ફરજિયાત બનાવનારે અને પીરસનારે પહેરવા જોઈએ .

ખાણીપીણીમાં વપરાતા મટીરીયલ જેમકે ઘી, તેલ ,ચીઝ, ટેબલ માર્ગારીનનો ઉલ્લેખ સ્પષ્ટ ગ્રાહકોને દેખાય ત્યાં બોર્ડ અવશ્ય લખવું જોઈએ

આહાર સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં અનેક અગ્રણી ઉપસ્થિત રહ્યા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદમાં “આહાર”ના  પ્રયાસોથી ફૂડ એન્ટરટેન્યોર માટે ટ્રેનિંગ નો પ્રોગ્રામ સિન્ધુભવન ખાતે  રાખવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત ભર માંથી અગ્રણી ફૂડ એન્ટરપ્રાઇનોર  વેપારીઓ રેસ્ટોરન્ટ, હોટલ, કેટરર્સ, મીઠાઈ, ડેરી ફાસ્ટ ફૂડ ના વેપારીઓ ઉપસ્થિત રહયા હતા.

“આહાર” ના ચેરમેન નરેન્દ્રભાઈ પુરોહિત ના જણાવ્યા મુજબ કાર્યક્રમમાં  વેપારીઓને ચોમાસામાં તથા આવનારા તહેવારની સિઝનમાં રાખવાની સાવચેતી વિષય પર ગાઈડલાઈન આપવામાં આવી તેઓને ડેમોસ્ટ્રેશન ના દ્વારા સરળ સમજણ આપવામાં આવી હતી.

જેમાં રેસ્ટોરન્ટ હોટલ અને ખાણીપીણીના અમુક વેપારીઓની વસ્તુઓ મા વંદા, મચ્છર , માખી, ગરોળી, જેવા જીવજંતુઓ  મળવાથી વેપારીઓને જાગૃતિ માટે ગુણવત્તા સભર ખાણીપીણીની વસ્તુઓ બનાવીને વેચે તેના માટે રેસ્ટોરેન્ટ કેટરર્સ અને ફૂડ એન્ટરપેન્યોર ને ફૂડમાં બેદરકારીથી જીવજંતુઓ ના બચાવ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ કરવામાં આવે તે જરૂરી છે.

આ ઉપરાંત ફૂડ એન્ટરટેન્યોરે  ફૂડ બનાવવાનું  તથા પીરસવાનું ને આરોગવાના સ્થળ ને સ્વચ્છ -સુઘડ રાખવા જોઇએ સમય સમય પેસ્ટીસાઇઝ કરાવવી જોઈએ,  ફૂડ એન્ટરપ્રિન્યોર રેસ્ટોરન્ટ, કેટરર્સ  ગ્રાહકોના હિતને સર્વોપરી રાખવો જોઈએ. ફુડના વેપારીઓએ સમય- સમય પર પોતાના ત્યાં કામ કરનારા, રાંધનારા પીરસનારા કારીગરોનું આરોગ્ય પરીક્ષણ કરાવવવું જોઈએ,  કેપ,એપ્રોન, હેન્ડગ્લોઝ ફરજિયાત બનાવનારે અને પીરસનારે પહેરવા જોઈએ .

કારીગરોએ પોતાની અંગત સ્વચ્છતા નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, ચેપી રોગ કે અન્ય રોગથી પીડાતા કર્મચારીને કામ સોંપવું નહીં, રસોઈ અથવા ખાઘ સામગ્રી બનાવવા માટે તથા પીવા માટે ઉપયોગમાં લેવાતા પાણીનું સમય સમય પર પરીક્ષણ કરાવવું  તથા સરકારી ધારા ધોરણ મુજબ શુદ્ધ કરેલું હોવું જોઈએ તે સિવાયનું બિન આરોગ્યપ્રદ પાણી વાપરવું નહીં,

દરેકે ફુડના બિઝનેસ કરવા માટે લાયસન્સ અવશ્ય લેવું જોઈએ, હલકી કક્ષાના રો મટીરીયલ નહીં ખરીદવું  અને જે પણ ખરીદી કરીએ તેનો બિલ અવશ્ય રાખવો જોઈએ. પોતાના ત્યાં વપરાતા મટીરીયલ જેમકે ઘી, તેલ ,ચીઝ,ટેબલ માર્ગારીન નો ઉલ્લેખ સ્પષ્ટ ગ્રાહકો ને દેખાય ત્યાં બોર્ડ અવશ્ય લખવું જોઈએ. જેમકે તમારા ત્યાં પામોલીન તેલ વપરાતું હોય તો તે લખવું. હોટલ ,રેસ્ટોરન્ટ ના કિચનમાં અન્ય રાંધવાના અને પીરસવાના સ્થળે સીસીટીવી કેમેરા અવશ્ય લગાવવા જોઈએ.

સિંધુભવન રોડ સ્થિત બેંકેવેટ હોલમા કાર્યક્રમ રાખવામાં આવેલ તેમાં કેટરર્સ એસોસિએશનના પ્રમુખશ્રી ભવાનીસિંહ પુરોહિત, હોટલ એસોસિએશનના પ્રમુખ  કેતનભાઇ પટેલ,  અશ્વિનભાઈ મહેતા, શ્રી પારસભાઈ પુરોહિત, શ્રી લક્ષ્મણભાઈ દેવાસી, શ્રી શક્તિસિંહ શેખાવત,  શ્રી દિલીપભાઈ ઠાકર, શ્રી રાજમોહનભાઈ મોદી, શ્રી કુણાલભાઈ ઠક્કર ,  શ્રી મનદીપભાઈ ગાંઠિયા જેવા અનેકો વેપારી આવીને આ  ટ્રેનિંગ કાર્યક્રમનો લાભ લીધો. કાર્યક્રમમાં ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ના જોઈન્ટ કમિશનર શ્રી એચ એલ રાવત, શ્રી એસ ઓ ડી સ્ટેટ ડેઝીગ્રેન્ટેડ ઓફિસર હાજર રહયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.